________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
[ પરમાગમસાર
જીવ સમ્યકત્વનો અધિકારી નથી. ૯૦૨
પહેલાં સ્વરૂપ સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય, આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ સમ્યકદર્શન થયું કહેવાય, એ સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહિ. પણ અનુભૂતિ પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે નિર્ણયમાં જ ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી હોય? ૯૦૩.
એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યક્રદર્શન છે. ૯૦૪.
જેના અંતરમાં ભેદજ્ઞાનરૂપી કળા જાગી છે, ચૈતન્યના આનંદનું વેદન થયું છે એવા જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે. તે જ્ઞાની વિષયકષાયોમાં મગ્ન હોય એવું વિપરીતપણું સંભવતું નથી. જેને વિષયોમાં સુખબુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી. અંતરના ચૈતન્યસુખ સિવાય બધાં વિષયસુખ પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા હોય છે. હુજી અંતરમાં આત્માનું ભાન ન હોય, તત્ત્વનો કાંઈ વિવેક ન હોય, વૈરાગ્ય ન હોય અને ધ્યાનમાં બેસીને પોતાને જ્ઞાની માને છે તે તો સ્વછંદ સેવે છે, જ્ઞાન-વૈરાગ્યશક્તિ વિના તે પામી જ છે. આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન જ તેને નથી. જો
સ્વ-પરનું ભેદજ્ઞાન હોય તો પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય થયા વિના રહે નહિ. ૯૦૫.
સુખ-દુઃખની બાહ્ય સામગ્રીમાં રાગ-દ્વેષ ન થાય તેનું નામ વીતરાગતા છે. પણ અંદરમાં વૈષભાવથી ત્યાગ કરે તે કાંઈ વીતરાગતા નથી. પ્રતિકૂળતાનો સંયોગ થાય ત્યાં અંદર કલેશનાં પરિણામ જ ન થાય, ને સુખ સામગ્રી મળતાં અંદર આનંદ ન માને-એવી ચૈતન્યમાં અંતર્લીનતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com