________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૪૯ શુભ ભાવનું કર્તૃત્વ તે પણ પર્યાયબુદ્ધિ છે-ભ્રમબુદ્ધિ છે. વસ્તુ જ્ઞાયક સ્વરૂપી છે અને તે માનતો નથી. ૮૯૮.
જેમ સંસારનો અભાવ થઈને સિદ્ધ દશા થાય છે તે ફરતી નથી, તેમ અસત્ય ફરીને સત્ય ગ્રહણ થાય છે તે સત્ય છૂટતું નથી. અસત્ય હોય તે છૂટી જાય છે. એક વખત સમ્યકત્વ થયું એટલે તે સત્ય જ રહે છે. (સમ્યકત્વથી શ્રુત થનારને અપવાદમાં ગણેલ છે.) માટે આ વાત યથાર્થપણે સમજવા જેવી છે. તે ફરે તેમ નથી. સત્ય તો સત્યરૂપ જ રહે છે એવો વિશ્વાસ પ્રથમ લાવવો જોઈએ. ૮૯૯.
જે જીવ સમ્યકત્વ સમ્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યક દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે. એટલે જ તે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે. પણ પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારનો ઉધમ કરે છે અને એવો જ ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિષે જ આ હું છું એવી અહમ્ બુદ્ધિ થાય ત્યારે સમ્યફદ્દષ્ટિ થાય છે. ૯OO.
અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો અભ્યાસ કરતાં કરતાં મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે. અને એવો અભ્યાસ કરતાં કરતાં સ્વરૂપ સન્મુખ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. અહીં ઉધમ કરે ને સામે કર્મનો રસ ન ટળે એમ બને જ નહીં. અહીં સમ્યકત્વ થયું ત્યાં સામે મિથ્યાત્વ કર્મનો અભાવ થઈ જાય છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. છતાં કોઈ કોઈને કરતાં નથી. અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો ઉદ્યમ કરવો તે સમ્યકત્વનું મૂળ કારણ છે. ૯૦૧.
તત્ત્વવિચાર કરીને યથાર્થ તત્ત્વનિર્ણયનો ઉદ્યમ ન કરે તો તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com