________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૪૭
જ્ઞાની તો જેટલો વીતરાગભાવ થયો છે એને જ ચારિત્ર માને છે. અજ્ઞાની વ્રતને ચારિત્ર માને છે પણ તે ખરેખર ચારિત્ર નથી. ૮૯૩.
*
જ્ઞાનીને પરદ્રવ્યની ક્રિયા કરવાની વાત તો છે જ નહિ પણ પોતાની પર્યાયમાં અશુભનો શુભ કરવાનો પણ તેને અભિપ્રાય નથી. આત્મા જ્ઞાતાપણે રહે તે જ અભિપ્રાય છે. એવા નિર્ણય વિના જે કાંઈ સાધન કરે છે તેમાં મોક્ષનું સાધન થતું નથી. ૮૯૪.
*
દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિ કરે છે તોપણ તે અસંયમી છે. સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશસયત એટલે પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક કરતાં દ્રવ્યલિંગી મુનિને હલકો કહ્યો છે. કેમ કે એને પહેલું ગુણસ્થાન છે. દ્રવ્યલિંગી દિગંબર સાધુ નવકોટિએ બ્રહ્મચર્ય પાળે, મંદકષાય કરે પણ આત્માનું ભાન નથી તેથી તેને ચોથા પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં હીન કહ્યો છે.
પ્રશ્ન:- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ હોય છે. જ્ઞાનીને રાજપાટ હોય, લડાઈમાં કદાચ ઊભો હોય, એવી કષાયની પ્રવૃત્તિ હોય છે અને દ્રવ્યલિંગીને એવી કષાયની પ્રવૃત્તિ દેખાતી નથી. દ્રવ્યલિંગી મુનિ ત્રૈવેયક સુધી જાય છે. અને ચોથા-પાંચમાવાળો જ્ઞાની સોળમા સ્વર્ગ સુધી જાય છે માટે તેનાથી દ્રવ્યલિંગીને હીન કેમ કહ્યો ? દ્રવ્યલિંગીને ભાવલિંગથી હલકો કહો પણ ચોથા ગુણસ્થાનવાળા કરતાં હીન શા માટે કહો છો ?
સમાધાનઃ- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે. પરંતુ શ્રદ્ધામાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી. પર્યાયમાં કષાય થાય છે. અને તે ય માને છે. દ્રવ્યલિંગીને તો શુભકષાય કરવાનો અભિપ્રાય હોય છે. અને શ્રદ્ધાનમાં એને ભલો પણ જાણે છે. જ્ઞાનીનાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com