________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬]
[ પરમાગમસાર અજ્ઞાનીને સાચી ઉદાસીનતા હોતી નથી. પરદ્રવ્યના ગુણદોષ ન ભાસે તો સાચી ઉદાસીનતા થાય. પરદ્રવ્યના દોષને અને ગુણને તો બરાબર જાણે છે. પણ પરદ્રવ્ય મને હિતકર છે કે અહિતકર છે એમ માને નહિ તેનું નામ પરદ્રવ્યના ગુણ દોષ ન ભાસે એમ સમજવું. શુભાશુભભાવ નુકશાનકારક છે. અને ત્રિકાળી સ્વભાવ લાભદાયક છે. એ સિવાય જગતનો કોઈપણ પદાર્થ આત્માને લાભ નુકશાનનું કારણ નથી. એમ સમજવું તે સાચી ઉદાસીનતા છે. ૮૯૧.
પરક્ષેત્ર આત્માને ગુણકરી નથી. પરદ્રવ્યનાં કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે મૂઢતા છે. અંતર આત્મામાં ડૂબી જવું તે ધ્યાન છે. બહારના કારણે ધ્યાન અને શાંતિ નથી. સોનગઢ ક્ષેત્રનાં વાતાવરણથી આત્મામાં શાંતિ થાય છે તે વાત પણ ખોટી છે. ૮૯ર.
પ્રશ્ન:- સરાગ અને વીતરાગ ભેદથી ચારિત્ર બે પ્રકારે કહ્યું છે, તે કેવી રીતે છે?
ઉત્તર- ચારિત્ર બે પ્રકારથી કહેલ છે. એક તો સરાગ તથા એક વીતરાગ છે. ત્યાં એમ સમજવું કે રાગ તે ચારિત્રનું સ્વરૂપ નથી. પંચમહાવ્રત ચારિત્ર નથી. બહારથી નગ્નદશા તે ચારિત્ર નથી. અજ્ઞાની લંગોટી છોડીને છઠ્ઠ ગુણસ્થાન થયું માને છે પણ એમ નથી. આત્માનું ચારિત્ર પરથી તો હોય નહિ પણ નગ્નદશાનો ભાવ પણ ચારિત્ર નથી. તે તો ચારિત્રમાં દોષ છે.
હવે કોઈ જ્ઞાની પ્રશસ્ત રાગસહિત ચારિત્ર ધારે છે, તેની દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહુ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. દેખાદેખીથી વ્રત લઈ લે તો તે કાંઈ ચારિત્ર નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com