________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૪૫ તોડી પાપરૂપ પરિણામ કરી ક્રમે કરી નિગોદમાં જશે, માટે યથાર્થ સમજણ કરવી. ૮૮૭.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણી ત્યાગ કરે છે?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યોને બૂરા જાણતો નથી, પણ પોતાના રાગભાવને બૂરો જાણે છે. પોતે સરાગભાવને છોડે છે. તેથી તેના કારણનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલા-બૂરા છે જ નહિ. પરદ્રવ્ય આત્માનું એકરૂપ શેય છે. એકરૂપમાં અનેકરૂપ કલ્પના કરીને એક દ્રવ્યને ઇષ્ટ અને બીજા દ્રવ્યને અનિષ્ટ માનવું તે મિથ્યાબુદ્ધિ છે. ૮૮૮.
પ્રશ્ન:- પરદ્રવ્ય નિમિત્તમાત્ર તો છે?
ઉત્તરઃ- પરદ્રવ્ય બળાત્કારથી તો ક્યાંય બગાડતું નથી પણ પોતાના ભાવ બગાડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. પરદ્રવ્યથી પરિણામ બગડે તો દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર રહેતી નથી. પોતે પરિણામ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. વળી નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. નિમિત્તના કારણે ભાવ બગડતો નથી. ૮૮૯.
અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે, એક પદાર્થની પયાર્યમાં બીજા પદાર્થની પર્યાય અકિંચિત્કર છે. તેની એને ખબર નથી. તેથી પરદ્રવ્યની પર્યાયને બૂરી જાણી દ્વષપૂર્વક ઉદાસીનભાવ કરે છે. પણ પરદ્રવ્યનાં ગુણ-દોષ ન ભાસે એ જ ખરી ઉદાસીનતા છે. એટલે કે પદ્રવ્ય ગુણનું કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને. પોતાને પોતારૂપ જાણે અને પરને પરરૂપ જાણે તે જ સાચી ઉદાસીનતા છે. ૮૯O.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com