________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪]
[ પરમાગમસાર હોતી નથી. જેમ કોઈ ધનનો અર્થી હોય તે એમ વિચાર ન કરે કે હું ધનવાન થઈશ તેમ બધા ધનવાન થઈ જશે. ગરીબ કોઈ રહેશે નહિ તો મારું કામ કોણ કરશે? જેની જેમાં રૂચિ હોય તે બીજાની સામું જુએ નહિ. ૮૮૪.
કોઈ દાનની મુખ્યતા કરી ઘણા પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે. પહેલાં પાપ કરીને પૈસો ભેગો કરવો અને પછી દાન કરવું તે ન્યાય નથી. પહેલાં લક્ષ્મીની મમતા કરું અને પછી મમતા ઘટાડીશ તો તે યોગ્ય નથી. પરોપકારના નામે પણ પાપ કરે છે. કોઈ આરંભ-ત્યાગની મુખ્યતા કરી યાચના કરવા લાગી જાય છે. રાંધવામાં પાપ જાણી ભિખારીની જેમ માંગવા જાય તો તે યોગ્ય નથી તથા કોઈ જીવ અહિંસાને મુખ્ય કરીને જળ વડે સ્નાન શૌચાદિ પણ કરતા નથી તે યોગ્ય નથી. ૮૮૫.
* કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહિ, સમ્યગ્દષ્ટિમિથ્યાષ્ટિની ખબર પડે નહિ, ભવી–અભવીની ખબર પડે નહિ, તો તેને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક છે. તે આત્માને અને પરને ન જાણે-એમ બને નહિ. પોતાના જ્ઞાનના સામર્થ્યનો ભરોસો એને નથી. લબ્ધિના અધિકારમાં વાત લીધી છે. એમાં કહેલ છે કે ચૌદ પૂર્વનું જ્ઞાન જેને છે એવા જ્ઞાની જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યગ્દષ્ટિ કાઢે-એટલું સામર્થ્ય છે, તેથી જ્ઞાનીને દ્રવ્યલિંગીનું અન્યથાપણું ભાસી શકે છે. ૮૮૬,
સમકિતી જીવ ઉત્કૃષ્ટ અંત:ક્રોડાકોડી સાગરની પુણ્યની સ્થિતિ બાંધી શકે છે ને મિથ્યાદષ્ટિ જીવ ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરની પુણ્યની સ્થિતિ બાંધી શકે છે. હવે બને તેટલી સ્થિતિ ભોગવી શકતા નથી કારણ કે ત્રસની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગરની છે. સમ્યગ્દષ્ટિ જીવની સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી તે પુણ્યની સ્થિતિને તોડી ક્રમે મોક્ષમાં જશે ને મિથ્યાષ્ટિ જીવ પરથી ને પુણ્યથી લાભ માનતો હોવાથી પુણ્યની સ્થિતિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com