________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૪૩ ચતુરાઈ બતાવવા ભણે તેમાં આત્માનું હિત નથી. તેનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત માટે તત્ત્વોનો નિર્ણય કરે તે જ ધર્માત્મા પંડિત જાણવો. ૮૮૦.
બાહ્ય ક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે અને મંદ કષાયનાં પરિણામથી ધર્મ થાય છે, એવા અભિપ્રાયની ગંધ બેસી જવી તેનું નામ મિથ્યાવાસના છે. એવી વાસના રાખીને બહારમાં પંચમહાવ્રતનું પાલન તથા દયા, દાન આદિની ગમે તેટલી ક્રિયા કરે અને મંદ કષાય કરે તો પણ ધર્મ થતો નથી. ૮૮૧.
સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વજ્ઞાનપૂર્વક કરે છે. મિથ્યાદષ્ટિની જેમ ઉતાવળ કરીને જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. સ્વરૂપના આચરણનો કણશાંતિનો કણ પ્રગટ થયો હોય છે. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. કાળ કેવો છે? હુઠ વગર, આક્ષેપ વગર, પરનાં દોષ જોયા વગર પોતાના પરિણામ જોઈને પોતાની યોગ્યતા દેખાય છે એ પૂર્વક સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા ને પચ્ચખાણ કરે છે.
કેટલાક જીવો પ્રતિજ્ઞા લઈને બેસે પણ અંતરમાં તત્ત્વજ્ઞાન તો છે નહિ તેથી અંતરમાં કષાયની વાસના એને મટતી નથી. ૮૮૨.
સંસારની અને પરની જેને રુચિ નથી પણ અખંડ જ્ઞાયકસ્વભાવની જેને રુચિ છે તે જૈન છે. જેને સ્વભાવની રુચિ નથી, તેને સંસારની રુચિ છે. તે સાચો જૈન નથી. ૮૮૩.
કોઈ માને કે આવું તત્ત્વજ્ઞાન જો બધાને થઈ જાય તો સંસારમાં કોઈ રહેશે નહિ. તો તેમ કહેનારને આત્માની યથાર્થ રુચિ જ નથી. કેમકે સ્વભાવની રુચિવાળાની સંસારમાં કોણ રહેશે એના ઉપર દષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com