________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ]
માગમસાર બીજાને ઉપદેશ આપવાનો અભિપ્રાય છે. ૮૭૬,
બીજા ઉપદેશ સાંભળે તેથી આત્માને લાભ નથી. પણ પોતાના જ્ઞાનની નિર્મળતાથી પોતાને લાભ છે. કોઈ સાંભળે નહિ ને સમજે નહિ તો વિષાદ શા માટે કરે છે? અનંત તીર્થકરો થઈ ગયા પણ બધાનો મોક્ષ થયો નહિ. સૌ પોત પોતાની લાયકાતથી સમજે છે માટે પરનું કામ નથી. શાસ્ત્રનો ભાવ જાણી પોતાનું ભલું કરવું. ૮૭૭.
બાહ્યક્રિયાથી નિર્જરા નથી. પંચમ ગુણસ્થાનવાળો શ્રાવક એક માસના ઉપવાસ કરે તે વખતે જે નિર્જરા થાય છે તેનાં કરતાં મુનિને નિદ્રા વખતે કે આહાર વખતે નિર્જરા વિશેષ છે. માટે અકષાય પરિણામ પ્રમાણે નિર્જરા થાય છે, બાહ્ય પ્રવૃત્તિ ઉપર તેનો આધાર નથી. ૮૭૮.
અંતરદૃષ્ટિ અને જ્ઞાન નથી તેના બાહ્યતાને ઉપચાર પણ ન કહેવાય. તેમ અનશન, પ્રાયશ્ચિત્ત, વિનય આદિને તપ કહ્યા તેનું કારણ અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત્તરૂપ પ્રવર્તતાં વીતરાગ ભાવરૂપ સત્યતા પોષી શકાય છે. તેથી તે અનશન, પ્રાયશ્ચિત વગેરેને ઉપચારથી તપ કહ્યા છે. પણ કોઈ વીતરાગ ભાવરૂપ તપને તો ન જાણે પણ બાર તપને તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં ભમે. લોકો બહારનાં તપમાં ધર્મ માને છે.
અજ્ઞાનીની તપશ્ચર્યામાં સાચી તપશ્ચર્યા માનવી અને મનાવવી તે મોટું પાપ છે. દષ્ટિની ખબર નથી. સાચી વાત સચે નહિ ને વ્રત ધારણ કરે. તે ખરેખર જૈન નથી. ૮૭૯.
જે શબ્દની યુક્તિ માટે વ્યાકરણાદિ અવગાહે તેને પંડિતપણાનું અભિમાન છે. તે વાદવિવાદ માટે અવગાહે છે. તે લૌકિક પ્રયોજન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com