________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૪૧ ભૂલથી રખડે છે અને પોતે જ પોતાની સમજણથી મુક્તિ પામે છે. પરદ્રવ્ય કાંઈ તેને સંસાર કે મોક્ષ કરાવતું નથી. ૮૭૨.
રોગ વિગેરે થતાં જગત તેને પીડા અને દુ:ખ માને છે પણ તેમાં ખરેખર દુઃખ નથી. દુઃખ તો ઇચ્છાનું છે. તથા એ જ પ્રમાણે બહારમાં પુણ્યની સામગ્રી મળી તેમાં અજ્ઞાની જીવ અભિમાનથી સુખ માને છે. પણ તેમાં સુખ નથી. સુખ તો ઇચ્છા રહિત મોક્ષ દશામાં છે. તે પ્રમાણે અજ્ઞાની જીવ દુઃખને પણ જાણતો નથી, અને સુખને પણ જાણતો નથી. ૮૭૩.
સુખી-દુઃખી થવાનું સામગ્રી અનુસાર નથી, પણ સુખી-દુઃખી થવાનું ઇચ્છાનુસાર જાણવું. (ઇચ્છા ઉત્પન્ન થવાનાં કારણો મિથ્યાદર્શન, મોહ, અજ્ઞાન અને અસંયમ છે.) ૮૭૪.
એક જ નિયમ છે કે, જેને મોહ છે તેને જ ઇચ્છા થાય છે, જ્યાં મોહ નથી ત્યાં બાહ્ય સામગ્રી ઇચ્છાનું કારણ નિમિત્તકારણ પણ બનતી નથી. સિદ્ધ દશામાં મોટું નથી. જ્ઞાન-દર્શન–વીર્યની અલ્પતા પણ ટળી ગઈ છે, ને બાહ્ય સામગ્રી પણ દૂર થઈ ગઈ છે. એવી સિદ્ધ દશા પ્રાપ્ત થતાં આત્મા સાદિ અનંત સર્વોત્કૃષ્ટ અનુપમ, અખંડ આનંદમાં બિરાજમાન રહે છે. માટે સિદ્ધ દશામાં જ સાચું સુખ છે. ૮૭૫.
અજ્ઞાની શાસ્ત્ર શીખી જાય છે. પણ તેનું શું પ્રયોજન છે તે જાણતો નથી. શાસ્ત્ર-અભ્યાસ કરી પોતામાં ઠરવું જોઈએ એ તેનું પ્રયોજન છે. તે કરતો નથી. પણ બીજાને સંભળાવવાનો અભિપ્રાય હોય અથવા વ્યાખ્યાન શૈલી સુધરી જશે એવો અભિપ્રાય રાખે તો મિથ્યાષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com