________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮]
[ પરમાગમસાર સતશ્રવણ થવું દુર્લભ છે. અને તે શ્રવણ કરીને તેની પ્રતીતિ કરવી તે તો મહા દુર્લભ છે. બાકી દુર્લભ કાંઈ નથી. પૂર્વનાં પુણ્યના ઉદય પ્રમાણે પૈસા મળે છે તે કાંઈ વર્તમાન પુરુષાર્થનું ફળ નથી. વળી તેવા સંયોગો તો અનંતવાર મળ્યા તે કાંઈ દુર્લભ નથી. અનંતકાળમાં ધર્મ સમજ્યો નથી માટે તે દુર્લભ છે. ૮૬૦.
શરીર જાડું કે પાતળું થતાં હું જાડો-પાતળો થયો એમ અજ્ઞાની માને છે. વસ્ત્ર જાડું-પાતળું પહેરે તો શરીર પાતળું-જાડું થાય છે. એમ માનતો નથી પણ શરીર પાતળું જાડું થતાં પોતે તેવો થઈ ગયો એમ ભ્રાંતિથી માને છે. શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માને છે. જ્ઞાન, રાગ અને શરીર એ ત્રણેને એકરૂપ માને છે પણ તેમાં ભેદ પાડતો નથી. ૮૬૧.
ઊંધી માન્યતામાં હિંસા, જાવું, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ એ પાંચે પાપ આવી જાય છે. હું અનાદિ અનંત જ્ઞાનવાન છું. એમાંથી પ્રવર્તતી જ્ઞાનપર્યાયના સામર્થ્યને જે માનતો નથી ને પરને જાણું છું એમ માને છે તે પોતાની હયાતી ઉડાડે છે. ૮૬ર.
ધર્મ એટલે વસ્તુ સ્વભાવ. તારો સ્વભાવ અનાદિ અનંત છે. તારી પર્યાય તારી હસ્તીમાં જ છે એમ માને તો પછી રાગ પોતાના કારણે પોતાની કમજોરીથી થાય છે, એમ માને તો રાગ ટાળવાનો પ્રસંગ આવે ને જ્ઞાન પોતાથી છે એમ માને તો જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો પ્રસંગ આવે. અજ્ઞાનીને પોતાના જ્ઞાનની ખબર નથી, ને નબળાઈથી થતા રાગની ખબર નથી. તેથી સંસારમાં રખડે છે. ૮૬૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com