________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૩૯
પુસ્તક વાંચવું જોઈએ. ઇતિહાસ ખૂબ જાણીએ તો બુદ્ધિ ખીલે, જુદા જુદા દેશમાં જઈએ તો બુદ્ધિ ખીલે, એમ માનનાર મૂઢ ૫૨ને લીધે બુદ્ધિ ખીલે એમ માને છે અને પોતાને જ્ઞાનથી ખાલી માને છે. ૮૬૪.
*
બધાનો સાર એ છે કે તારો પ૨ને જાણવાનો રસ્તો ને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી તેથી તું દુ:ખી થઈ રહ્યો છે. વિષયોનો સ્વાદ નથી ને વિષયોનું જ્ઞાન નથી. પણ રાગનો સ્વાદ છે, ને જ્ઞાનનું જ્ઞાન છે. વિષયો ૫૨ છે. રાગ ક્ષણિક છે, સ્વભાવમાં નથી ને જ્ઞાનપર્યાય જ્ઞાન સ્વભાવવાનની છે. એમ રાગ રહિત નિત્ય જ્ઞાનસ્વભાવીની દૃષ્ટિ થાય. આમ સમજે તો નિમિત્તબુદ્ધિ અને રાગબુદ્ધિ છૂટીને સ્વભાવ બુદ્ધિ થાય-ધર્મ થાય. ૮૬૫.
*
પ્રશ્ન:- જ્ઞાન જ્ઞાનને જ જાણે છે તો જગતની બીજી ચીજની શી જરૂરીયાત છે?
સમાધાનઃ- જ્ઞાનમાં બીજી ચીજો નિમિત્ત નથી એમ કહે તો સ્વ૫૨ પ્રકાશક સામર્થ્ય એટલું રહેતું નથી. નિમિત્તને લીધે નહીં પણ પોતાના કારણે જ જ્ઞાન સ્વ-પર પ્રકાશક સામર્થ્યવાળું છે. વર્તમાન ઉઘાડ અંશ દેખાય છે. તે આખી ચીજનો અંશ છે. એમ નહિ માનતા તે અંશ નિમિત્તને જ અથવા રાગને જ તન્મય થઈને જાણતો હોય ને પરનો સ્વાદ લેતો હોય એમ માને છે તે નિમિત્તબુદ્ધિ ને પર્યાયબુદ્ધિવાળો મિથ્યાદષ્ટિ જીવ છે. ૮૬૬.
*
ઉપાદાન-નિમિત્ત બન્ને ચીજ છે પણ ઉપાદાનમાં કાર્ય થાય છે માટે નિમિત્તને આવવું પડે છે એમ નથી તેમ જ નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય થાય છે તેમ પણ નથી. બન્ને પોતપોતાના કારણે સ્વતંત્ર છે-એ જ સિદ્ધાંત છે. ૮૬૭.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com