________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩૭
પરમાગમસાર] બહારમાં લક્ષ્મી મળે તો તેથી મને શું લાભ છે? કાંઈ નથી. એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે. ૮૫૬,
પાંચ-પચીસ લાખ રૂપિયા કમાય તો એમાં સર્વસ્વ માનીને અજ્ઞાની સુખ માની બેઠો છે પણ ત્યાં પાપનો સંચય થાય છે અને સ્વરૂપલક્ષ્મી લૂંટાય છે. એને એ લક્ષ્મીથી કાંઈ લાભ નથી. મિથ્યાત્વનો આસ્રવ થાય છે એ જ મોટું નુકશાન છે. ૮૫૭.
ધર્મી જીવને ઉઘડેલી પર્યાયની પણ રુચિ હોતી નથી. રુચિ તો અંતર્મુખ સ્વભાવની જ છે. ચાર જ્ઞાન ઉઘડેલા હોય તોપણ ક્ષાયોપથમિકજ્ઞાન છે તેની રુચિ ધર્મીને હોતી નથી. તો પછી રાગ અને પર પદાર્થની રુચિ તે કરે તેમ બને નહિ. ૮૫૮.
તારી ઉઘડેલી પર્યાય પણ કાર્યરૂપે પૂરી ન આવે તો પૈસા કામમાં આવે એમ બની શકે નહિ. પાંચ ઇન્દ્રિયોના વિષયોને જાણવાનું લબ્ધરૂપ જ્ઞાન બધે એક સાથે પહોંચી વળે નહિ તો પરનાં કામને પહોંચી વળે એમ બનતું નથી. આ સમજણ કરે તો પરનું અભિમાન ઉડી જાય ને પર્યાયબુદ્ધિ છૂટી સ્વભાવબુદ્ધિ થાય. લબ્ધ અને ઉપયોગરૂપ પર્યાયની રુચિ છોડવા જેવી છે. ચાર જ્ઞાનનો ઉઘાડ હોવા છતાં એક જ્ઞાનનું કાર્ય કરી શકે ને એક જ્ઞાનમાં પણ એક વિષયનું જ્ઞાન કરી શકે માટે પરનું ને રાગનું અભિમાન છોડ. અધૂરી જ્ઞાન-દર્શન પર્યાયની પણ રુચિ છોડ ને પૂર્ણ સ્વભાવની રુચિ કર તો સમ્યજ્ઞાન થઈ ક્રમે ક્રમે કેવળજ્ઞાન પ્રગટ થશે. ૮૫૯.
પૈસા મળવા દુર્લભ નથી, પણ મનુષ્યભવ મળવો અને આ રીતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com