________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
ગમસાર નથી. તો પછી આ ધનાદિ તો આત્માથી ઘણા દૂર છે. એ તો પૂર્વ કર્મના કારણે મળેલા છે તે આત્માને બંધનું કારણ નથી. કારણ કે પરદ્રવ્ય બંધનું કારણ હોય નહિ, એમ નક્કી કરે તો મોહનાં નાશનો ઉપાય કરે. ૮૫૩.
પ્રશ્ન:- પર વસ્તુ બંધનું કારણ નથી તો પછી વસ્ત્ર હોય કે ન હોય તોપણ મુનિપણામાં શું વાંધો આવે છે?
ઉત્તર:- પર વસ્તુ બંધનું કારણ નથી. વસ્ત્ર બંધનું કારણ નથી પણ વસ્ત્ર- પાત્ર રાખે છે, એમાં જે મમત્વ ભાવ છે તે બંધનું કારણ છે. એના પ્રત્યેનો મમત્વ ભાવ ન હોય અને વસ્ત્ર-પાત્ર હોય એમ બને નહિ. માટે જેને વસ્ત્ર-પાત્ર છે તેને મમત્વ ભાવ છે છતાં એનાથી મુનિપણું મનાવે છે. તે મિથ્યાત્વ ભાવ છે તે અનંત સંસારમાં રખડાવનારો ભાવ છે. મોટર બંધનું કારણ નથી પણ મોટરમાં બેસવાનો ભાવ તે બંધનું કારણ છે એમ જાણવું. પર વસ્તુને બંધનું કારણ માને તે વસ્તુના સ્વભાવને સમજ્યા નથી. ૮૫૪.
અશુભ ભાવ પાપ ભાવ હોય છે ત્યારે જે યોગનું કંપન હોય છે તેને અશુભ યોગ કહે છે. દિકરા, દીકરી, પૈસા વગેરેની વ્યવસ્થા કરવી તે બધો પાપ ભાવ છે, અધર્મના અંગ છે. એ ફરજ નથી અધર્મનાં અંગ છે. દયા–દાન-ભક્તિ આદિનાં ભાવને શુભ યોગ કહે છે. શુભ યોગ હો કે અશુભ યોગ હો પણ સમ્યકત્વ પામ્યા વગર ઘાતિયા કર્મનો તો નિરંતર બંધ થયા જ કરે છે. ૮૫૫.
વર્તમાનમાં લક્ષ્મી ન હોય તોપણ જો પાપનો અભાવ કરીને સ્વરૂપ સંપદાની પ્રાપ્તિ થઈ તો પછી બીજી સંપદાનું મારે શું કામ છે ? અને પાપનાં પરિણામ થાય તો અંતરની સંપદા તો લૂંટાય છે. તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com