________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પરમાગમસાર
ભાઈ! શરીરના સંસર્ગ અને ૫૨થી ઉત્પન્ન થતો વિકલ્પ એને તું ભૂલી જા. અનંત જ્ઞાન આદિ અનંત શક્તિઓ રાગને અડતી નથી પણ એક સમયની પર્યાયને પણ અડતી નથી, એવો અનંત જ્ઞાનમય અને પરમ આનંદ સ્વભાવી તું છો. તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કર. પાંચ ઇન્દ્રિય તરફનો પ્રેમ છે તે આનંદને ગાળી નાખે છે ને શાંતિને દઝાડે છે. ૨૩.
*
ભાઈ! તારે સમ્યક્ દેખવું હોય તો ભગવાન સ્વરૂપ તું છો તેનો સ્વીકાર કર. મિથ્યાત્વ રાગ-દ્વેષના કાળે પણ જેવું એનું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે જોઇએ તો શક્તિરૂપે ૫૨માત્મસ્વરૂપે બિરાજમાન છે. ૨૪.
*
નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુ સ્વરૂપે તો ૫રમાત્મા જ છે. પર્યાય ઉપ૨થી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે એ તો પોતાને પણ ૫૨માત્મા સ્વરૂપ દેખે છે ને દરેક જીવને ૫ણ ૫૨માત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવ૨ જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દૃષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. ૨૫.
*
જે જીવ શુદ્ધ ત્રિકાળી વસ્તુનો રાગના અવલંબન વિના સીધો પ્રત્યક્ષ અનુભવ કરે છે તેણે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કર્યો છે. જ્ઞાનને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com