________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૯ આ શાસ્ત્ર તો પરમાર્થસ્વરૂપ છે ને વૈરાગ્યોત્પાદક છે. સમયસાર શાસ્ત્ર છે તે પરમ પ્રભુ પરમાત્માને બતાવનારું ને પર તરફથી ઉદાસીન કરનારું છે. પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત એવું જે પરમાર્થ સ્વરૂપ તેને બતાવનારું ને વિકલ્પથી ઉદાસીન કરનારું વૈરાગ્યપ્રેરક આ સમયસાર શાસ્ત્ર છે. ૧૯.
એકલું જાણવું... જાણવું... જાણવું. જ્ઞાતા.. જ્ઞાતા... જ્ઞાતા મારું સ્વરૂપ છે. હું કોઈનું કરી દઉં એવું મારું સ્વરૂપ નથી. દ્રવ્યને જોવાનું જેનું પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિક દ્રવ્યસ્વરૂપ તો ચિન્માત્ર – ચૈતન્યમાત્ર જ છે. ૨૦.
પ્રશ્ન:- (સ્વભાવ અને વિભાવ) બન્ને જુદા જ છે તો જુદા પાડવાના સાધનની વાત ક્યાં રહી?
ઉત્તર:- જુદા હોવા છતાં જુદા માન્યા છે ક્યાં? તેથી જુદા પાડવાનું સાધન શું છે તે અહીં સમજાવાય છે. જ્ઞાનની વર્તમાન દશાને વિકાર સાથે એકતા હતી તે જ્ઞાનની પર્યાય અંતરમાં વળે છે તે ભગવતી પ્રજ્ઞા છે અને તે ભગવતી પ્રજ્ઞા સાધન છે. વસ્તુ સાધન નથી. પણ તેની પ્રજ્ઞા દશા તે સાધન છે. કર્તા, કરણ ગુણ છે પણ તેની નિર્મળ પર્યાય તે સાધન છે. ૨૧.
જાણનપર્યાય અને જાણનગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય એ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અને જ્યાં જ્યાં જાણનગુણ છે ત્યાં ત્યાં અનંતગુણ છે અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઇએ. ૨૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com