________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪]
[ પરમાગમસાર ભૂલથી રખડે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. પ્રથમ ભૂલ હતી. પછી કર્મ આવ્યું એમ નથી ને કર્મ આવ્યું માટે ભૂલ થઈ એમ પણ નથી. પોતે ભૂલ કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ હોય છે. ૮૪૮.
શરીર સંસાર નથી, સ્ત્રી, કુટુંબ પૈસો સંસાર નથી. અને કર્મ પણ સંસાર નથી. શરીર સંસાર હોય તો શરીર બળી જતાં સંસાર બળીને ખાખ થઈ જાય અને મુક્તિ થઈ જાય. પણ એમ બનતું નથી. વળી સ્ત્રી-પુત્રમાં પણ સંસાર નથી. આત્માનો સંસાર તો આત્માની પર્યાયમાં છે. અજ્ઞાની પરમાં સંસાર માને છે, તેને સંસારની પણ ખબર નથી. તો પછી સંસાર રહિત મોક્ષની તો એને ક્યાંથી ખબર હોય? ન જ હોય. ૮૪૯.
આત્માને શાંતિ જોઈએ છે તો તે શાંતિ પૂર્ણ અને સાદિ અનંતકાળ સુધી રહે એવી હોવી જોઈએ. તેવી શાંતિ કોને થાય? કે જેણે આત્માના ઉઘાડ અને વિકલ્પ દ્વારા આત્મા તરફ વલણ કરીને નિર્ણય કર્યો કે ઔપાધિકભાવ છે તે બધો છોડવા યોગ્ય છે અને નિરુપાધિકભાવ છે તે આદરણીય છે-એમ દ્રવ્યશ્રુત વડે નિર્ણય કરે, એવા નિર્ણય કરનારને દેવગુરુ-શાસ્ત્ર કેવા હોય એનો પણ નિર્ણય હોય છે. તે દ્રવ્યશ્રુતજ્ઞાનવાળો નિર્વિકલ્પ ભાવશ્રુતજ્ઞાન વડે આત્માને પકડે તેને એવી શાંતિનું કારણ પ્રગટ કરીને પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરે છે. ૮૫).
વર્તમાન જ્ઞાન-દર્શન વીર્યનો અંકુર છે તે ત્રિકાળનો અંશ છે. તે અંશદ્વારા ત્રિકાળી આત્મતત્ત્વનો નિર્ણય થાય છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતાં હોય તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે. તે બીજ અવ્યક્ત હોવા છતાં પાંદડાં વડે તેનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com