________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૩૩ શ્રોતા શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત હોય તથા ધર્મ, બુદ્ધિપૂર્વક નિંદવા યોગ્ય કાર્યનો ત્યાગી હોય, દારૂ, માંસ, મધ, ત્રસવાળો ખોરાક, પુરુષને પર સ્ત્રી, સ્ત્રીને પર પુરુષ સાધારણ લૌકિક નીતિમાં ન હોય તેથી શ્રોતા આવા નિંદ્ય કાર્યોનો ત્યાગી હોય છે. ૮૪પ.
જૈન શાસ્ત્રના-વીતરાગતા-સ્વતંત્રતાના ન્યાયને-મર્મને સમજતો હોય તે શ્રોતા વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મ જ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. આત્મજ્ઞાન વિનાનો હોય તોપણ પ્રથમ આવી દઢતાવાળો તો હોવો જોઇએ. જેને આવી દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. માટે જે આત્મજ્ઞાન વડે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે. ૮૪૬.
જે મદ ખાતર-અમે કંઈક જાણીએ છીએ એમ બતાવવા પ્રશ્ન કરે, વાદ કરવાનો અભિપ્રાય છે, મહંતતાનો ભાવ છે, સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે, એ રીતે સાંભળે-વાંચ-સંભળાવે-તે ધારીને મોટપ લેવા, વક્તા થવા, માન ખાટવા-ભણે છે-ભણાવે છે તે બધા કેવળ પાપ બંધ કરે છે.
તેમ જ શાસ્ત્ર સાંભળે પણ “કોઈનો પરોપકાર કરવાની તો વાત કરતા નથી, લોકોને રોટલા મળે નહિ, કામ મળે નહિ માટે તેની સંભાળ રાખો એવી વાત તો કરતા નથી અને આ આત્મા–આત્માની વાત કરો છો.” એમ જેને તે રુચતું નથી તે એકાંત પાપ બંધ કરે છે. ૮૪૭.
અજ્ઞાની જીવો કહે છે કે કર્મો જીવને રખડાવે છે. પણ તે માન્યતા ભૂલવાળી છે. કર્મ જડ છે, તેનાથી જીવ રખડતો નથી પણ જીવ પોતાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com