________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨]
[ પરમાગમસાર સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. કેમકે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા-શ્રદ્ધાને અનુમોદનારા છે. કરે-કરાવે અને અનુમોદે તે ત્રણેનું ફળ એક જ છે. ૮૪૦.
જે અધ્યાત્મરસ દ્વારા-આત્માના શાંતરસ દ્વારા-પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય તે વીતરાગ દિગંબર જૈનમાર્ગનાં રહસ્યને જાણતો નથી. વીતરાગી સંતોએ કહેલાં મર્મોને ન જાણતો હોય તે માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. ૮૪૧.
જૈનધર્મ તો અધ્યાત્મરસમય છે. કોઈ દયા-દાન આદિ જૈનધર્મ નથી. જ્ઞાયક પિંડ આનંદસ્વરૂપનું ભાન કરી અંદર લીન થવું તે જૈનધર્મ છે. લોકો દયા પાળો, વ્રત પાળો તેને જૈનધર્મ માને છે. તે જૈનધર્મનું સાચું સ્વરૂપ નથી.
અધ્યાત્મરસમય સાચા જૈનધર્મનું સ્વરૂપ તો વીતરાગતા છે. ૮૪૨.
ધર્મબુદ્ધિવાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું ભલું કરે છે, અને બીજાને ભલું થવામાં નિમિત્ત બને છે. પણ જે પરંપરા ચલાવવા કષાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે પોતાનું બૂર કરે છે અને બીજાને બૂરું થવામાં નિમિત્ત થાય છે. ૮૪૩.
જૈન તે વાડો નથી. વિકાર ને રાગની પર્યાયને સ્વભાવની બુદ્ધિ અને તેમાં સ્થિરતા વડે જીતે તે જૈન છે. સ્વભાવનાં અવલંબને વિકારને ટાળે તે જૈન છે. આત્મામાં થતો વિકાર, પુણ્ય-પાપ, દયા, દાન તે વિકાર આત્માના ભાન અને સ્થિરતા વડે ટાળે-જીતે તે જૈન છે. બીજી જૈનની વ્યાખ્યા નથી. ૮૪૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com