________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૩૧ કર્મના ઉદયથી જીવ દુ:ખી નથી પણ પોતાના રાગ-દ્વેષ-મોહનાં કારણે દુઃખી થાય છે. તે દુઃખનો નાશ કરવાનો ઉપાય તો એક વીતરાગ ભાવ છે. તે જે શાસ્ત્રો કહેતાં નથી અને રાગ-દ્વેષ-મોહને પોષણ કરવાવાળા શાસ્ત્રો તો આત્માના ઘાતમાં નિમિત્ત થાય છે. એટલે આત્માનો પર્યાયમાં ઘાત થાય છે. માટે એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય નથી. ૮૩૬.
સંસારના ચોપડા કેવા રાખવા જોઈએ અને કેવા વાંચવા જોઈએ એમાં ડહાપણ વાપરે પણ અહીં આત્માના કલ્યાણને માટે કેવાં શાસ્ત્રો વાંચવા એની પરીક્ષા કરે નહિ. તો એને મોક્ષમાર્ગ થાય નહિ. આત્માનાં લાભ માટે જે શાસ્ત્રો વીતરાગ ભાવનું પોષણ કરે તેવાં શાસ્ત્રો વાંચવા સાંભળવા. ૮૩૭.
વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોવી જોઈએ. કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહીં. ૮૩૮.
જેનામાં અનીતિરૂપ લોકનિંધ કાર્યોની પ્રવૃત્તિ ન હોય એવો વક્તા હોવો જોઈએ. કેમકે લોકનિંધ કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેનાં વચનનું પ્રમાણ કોણ કરે? ઉલટો જૈનધર્મ લજવે. ૮૩૯.
જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે, એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com