SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૨માગમસાર ૨૩૦] તે આત્માને સમજવા માટે લાયક નથી-પાત્ર નથી. જેને લૌકિક ન્યાય, નીતિના પણ ઠેકાણાં નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. ૮૩૧. * પ્રરૂપણામાં વીતરાગની પરંપરાને તોડે છે અને વિરોધતાની પુષ્ટિ કરે છે. તે મિથ્યાત્વની પરંપરા ચલાવે છે. મિથ્યાદષ્ટિને વંદન કરે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. અસત્ય રચનારૂપ મહાવિપરીત કાર્ય તો ક્રોધ-માન-માયા-લોભની અત્યંત તીવ્રતા થતાં જ થાય છે. ૮૩૨. * વીતરાગતા વધે અને કષાય ઘટે એવું પ્રયોજન જેમાં હોય તે જૈન શાસ્ત્ર છે. આ વાતની જેને પરીક્ષા કરતાં આવડતી નથી તેને ધર્મ થઈ જાય એમ બને નહિ. ૮૩૩. * મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ-દ્વેષ, મોહ ભાવોનો નિષેધ કરી વીતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા, સાંભળવા યોગ્ય છે. હજી કયા શાસ્ત્રો વાંચવા સાંભળવા એની ખબર ન હોય એ કયારે સંસારનાં દુ:ખથી છૂટે ? તેને દુઃખનો અભાવ થાય નહિ. માટે સાચા શાસ્ત્રનો પહેલાં નિર્ણય કરવો. ૮૩૪. * જે શાસ્ત્રોમાં શ્રૃંગા૨-ભોગ-કુતૂહલાદિ પોષી રાગ ભાવનું તથા હિંસા યુદ્ધાદિ પોષી દ્વેષ ભાવનું અથવા અતત્ત્વ શ્રદ્ધાન પોષી મોહ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે માટે તેવા શાસ્ત્રો વાંચવા-સાંભળવા નહિ. ૮૩૫. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy