________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૨૯ બહાને ભૂલ્યા છે. અને વ્યવહારને સમજતા નથી. તે નિશ્ચય વ્યવહાર બન્નેને ભૂલ્યા છે. ૮૨૭.
અનાદિ કાળનો આત્મા છે. એમાં આ મનુષ્યભવમાં પાંચ પચીશ વર્ષમાં સ્ત્રી કુટુંબ આદિ અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી મળી તો તેમાં સુખદુઃખની કલ્પના કરીને બેસી જાય છે. એમાં જ સર્વસ્વ મનાઈ ગયું છે. ત્રિકાળી ધ્રુવને ચૂકીને વર્તમાન પૂરતો પોતાને માનીને કલ્પના કરી રહ્યો છે. તે આત્માને હિતનું કારણ નથી. સામગ્રી સુખ-દુઃખનું કે હિત-અહિતનું કારણ નથી. પણ પોતાની કલ્પના તે અહિતનું કારણ છે. અને વીતરાગી વિજ્ઞાન તે હિતનું કારણ છે. ૮૨૮.
પૈસા કમાવાના ભાવ તો એકલા પાપનાં પરિણામ છે. એના કારણે બહારમાં અનુકૂળતા મળતી નથી. તેનો કોઈ બીજો ઇશ્વર કર્તા નથી. પૂર્વનાં કર્મો નિમિત્ત માત્ર છે. ખરેખર તો એ નિમિત્તો સહેજે મળી આવે છે. માટે જેને પાપનો ઉદય હોય તેને અન્ય કોઇ સહાય કરતું નથી અને પુણ્યનો ઉદય હોય તો કોઇ વિન્ન કરતું નથી. ૮૨૯.
યથાર્થ શ્રત કોને કહેવાય તે બરાબર જાણવું જોઈએ. જે રીતે પદાર્થ છે તેને યથાર્થ પ્રકાશ કરે તે શ્રત છે, આ શ્રુત પણ અનાદિનું છે, તેને પણ કોઈએ નવું કર્યું નથી. પહેલાં કોઈ પુરુષ ન હતો અને નવા કોઈ સર્વજ્ઞ થયા અને શ્રુત પણ નવું થયું -એમ નથી. ૮૩).
ચામડા ઉતારીને જોડા કરીએ તોપણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com