________________
૨૨૮]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર નથી. કેમકે એ તો અભવીને પણ હોય છે. માટે એકલા વ્યવહારવાળા પંચપદમાં આવતા નથી. તો પછી જેના વ્યવહારનાં પણ ઠેકાણા નથી. તે તો પાંચ પદમાં હોય જ નહીં. ૮૨૫.
અહીં મધ્યલોકમાં કૃત્રિમ જિનબિંબની વાત લીધી છે એટલે ધર્માત્મા નવી પ્રતિમાઓને બનાવીને પધરાવતા એવો અનાદિનો નિયમ છે. એમ નક્કી થાય છે. અને જે શાથત પ્રતિમા છે તે કોઈએ બનાવી હોતી નથી. જે જીવ પોતે ભેદજ્ઞાન કરે છે. તેને પ્રતિમાજી નિમિત્ત થાય છે. એટલે એનાં દર્શન-સ્તુતિ આદિ કરવાથી ભેદજ્ઞાન થાય છે. એક ધ્વનિ સિવાય સાક્ષાત્ ભગવાનની જેમ પ્રતિમાજી છે! જે પોતે ધર્મ પામે છે. તેને તે નિમિત્ત થાય છે. અહીં પ્રતિમાજીને સ્વપર ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત કહેલ છે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને કહે છે કે સમ્યગ્દર્શન આદિમાં વસ્ત્રાદિ રહિત વીતરાગ પ્રતિમાજીનું નિમિત્ત હોય છે. વળી એમને અભિષેક પણ સ્વચ્છ પાણી સિવાય અન્ય વડે હોય નહીં. ૮૨૬.
પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટયો હોવાથી અહંતાદિકને સંભારીને નમસ્કાર કરે છે. એ જ વહાલાં સગાં છે. જેમ લગ્નપ્રસંગમાં વહાલાં સગાંને આમંત્રણ આપે છે. એમ ધર્મમાં ઇષ્ટ એવા સિદ્ધો, અહંતો, જિનબિંબો, વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. એમનાં ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાનાશાસ્ત્રો વાંચીને, કુદેવાદિનાં નામથી ચલાવે છે. માટે અનંત સંસારી છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી. તેને આત્માનું માહાભ્ય તો આવતું જ નથી. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. સ્વરૂપદષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com