________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
| [ ૨૨૭ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ છે. પુણ્ય-પાપરૂપ શુભાશુભભાવ તે ધર્મ નથી. પણ શુદ્ધોપયોગ જ ધર્મ છે એવો નિર્ણય તો પહેલાં થઈ ગયો છે. તે સમ્યગ્દર્શન સહિત અંતરમાં લીનતા વર્તે છે તે મુનિધર્મ છે. ૮રર.
બાવીસ પરિષહને મુનિ સહન કરે છે” હઠથી પરિષહને સહન કરે છે એને ધર્મ તો નથી પણ શુભભાવ પણ નથી. તેને તો એકલો અશુભભાવ હોય છે. આત્માના ભાનપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે એમને પરિષહ વખતે તે તરફનો વિકલ્પ જ ઊઠતો નથી અને પરિષહજય કહેવાય છે. ૮૨૩.
આચાર્ય અને ઉપાધ્યાય એ બે પદવી ધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક તે મુનિ છે તે આત્મસ્વભાવને સાધે છે. સાધુ શબ્દથી પોતાના સ્વરૂપની સાધના કરે છે. એની મુખ્યતા એ વાત કરી છે. આત્માનું ભાન થઈને પોતાના સ્વભાવને સાધે છે અને આત્મામાં લીનતા કરે છે. એવા મુનિ પુરુષ હોય છે. સ્ત્રીને મુનિપણું ત્રણ કાળમાં હોતું નથી. બાહ્ય-અભ્યતર નિગ્રંથ દશા હોય તે મુનિ છે. જેણે સ્ત્રીને સાધુ પદ મનાવ્યું હોય તેનો નમસ્કાર મંત્ર સાચો હોતો નથી. અઠ્ઠાવીશ મૂળ ગુણ, નગ્ન દશા, પરિષહજય વગેરે જૈન મુનિઓની એવી જ અવસ્થા હોય છે. પરિષહજયમાં સ્ત્રીનો પરિષહ લીધો છે. માટે પુરુષ જ મુનિ હોય છે. ૮૨૪.
અહુતાદિકનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અહંતાદિક સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે. પંચપરમેષ્ઠીનું મૂળ સ્વરૂપ તો વીતરાગ અને વિજ્ઞાનમય છે. અંતર શુદ્ધતા થઈ હોય તે, અને તેનું જ્ઞાન તે જ પરમ ઈષ્ટ છે. કારણ કે જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે. શક્તિએ તો બધા આત્માઓ શુદ્ધ છે. પરંતુ રાગાદિ વિકાર વડે અથવા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય છે. રાગ, પુણ્ય, વ્યવહાર રત્નત્રય વડે પંચ પદ થયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com