________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬]
[ પરમાગમસાર પરમાત્મદશા પ્રાપ્ત ન થાય. જ્ઞાનાનંદનાં સાધન વડે દિવ્યશક્તિ પ્રગટ કરો. જીવન મુક્ત દશા જેમને થઈ છે. તે અરિહંત દેવ છે. એમને નિમિત્તરૂપે ચાર ઘાતિકર્મો હતાં. તેનો અભાવ થયો છે. અને પોતાની અનંત શક્તિ હતી તે પ્રગટ થઈ છે. તે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. ૮૧૮.
કેટલાક જીવો જૈન સંપ્રદાયમાં જન્મીને પણ સર્વજ્ઞ દેવ કેવા હોય? એનો વિચાર પણ કરતા નથી. અરિહંતનું સ્વરૂપ નક્કી કરે તો આત્મા પણ ચિદાનંદ પ્રભુ છે. અને પુણ્ય-પાપાદિ પર્યાયમાં છે. એનો નાશ થઈ પોતે સર્વજ્ઞ થઈ શકે છે. એમ નિર્ણય થયા વગર રહે નહિ. અને એવો નિર્ણય જેને થયો તેની મુક્તિ થયા વિના રહે નહિ. માટે અરિહંતને નમસ્કાર કરનારે એમનું જ્ઞાન કેવું હોય? તે પ્રથમ જાણવું જોઈએ. ૮૧૯.
સાધવાયોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધ પરમેષ્ઠી પ્રતિબિંબ સમાન છે. પોતાનું ચિદાનંદ જ્ઞાયકસ્વરૂપ છે એ જ સાધવા યોગ્ય છે. તેમાં સિદ્ધ પરમાત્મા નિમિત્ત છે. તે સિદ્ધ કૃતકૃત્ય થયા છે. માખણનું ઘી થાય પણ ઘીનું માખણ થાય નહિ. તેમ સિદ્ધને હવે ફેરફાર થતો નથી. એટલે કે તેઓ સંસારમાં આવતા નથી. પણ સિદ્ધપણે જ અનંતકાળ પર્યત રહે છે. ૮૨૦.
કોઈ શાસ્ત્ર કે કોઈપણ ગાથા કે શબ્દ, અથવા તો કોઈપણ અનુયોગની વાત કરો-તે બધાનું તાત્પર્ય વીતરાગતા છે. દ્રવ્ય છે એમ કહેતાં તે પરથી ભિન્ન છે. માટે પરનાં કારણે નથી. અને પરના આશ્રયે નથી. એમ નક્કી થતાં પરની રુચિ ટળી વીતરાગતા થયા વિના રહેતી નથી. ૮૨૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com