________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૨૨૪]
છે. અને ઇષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગમાં પરલક્ષી ચિંતવન થાય તે આર્ત્તધ્યાન છે. ૮૧૧.
*
જેટલા કોઈ જગતમાં ઉપદ્રવનાં કારણો છે તેટલા રૌદ્રધ્યાન યુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી ઉલટો હર્ષ માને-સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી. તે તો અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે. ૮૧૨.
*
ધર્મની વ્યાખ્યાઃ–વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. સ્વભાવ તો ત્રિકાળ છે અને ધર્મ તો વર્તમાન ક્ષણિક પર્યાય છે છતાં અહીં ત્રિકાળ સ્વભાવનો નિર્ણય કરીને એમાં વળીને અભેદ થાય છે. તેથી સ્વભાવને પણ ધર્મ કહ્યો છે. બધા આત્માને ત્રિકાળ સ્વભાવ તો છે પણ વસ્તુસ્વભાવને ધર્મ કેમ કહ્યો ? કે ૫૨તરફનું લક્ષ છોડાવી સ્વભાવના આશ્રયે ધર્મ થાય છે. એમ બતાવીને વસ્તુસ્વભાવમાં ધર્મની પર્યાય અભેદ થાય છે. માટે એને ધર્મ કહ્યો છે. ધર્મ બહારની ક્રિયામાં તો નથી પણ દયા, દાન, ભક્તિ, પૂજાનાં શુભભાવ થાય એમાં પણ નથી. આખા જગતના જ્ઞાતા-દષ્ટાપણે રહેવું તે આત્માનો ધર્મ છે. એમ નિર્ણય થયો એ જ ધર્મ છે. અભેદની અપેક્ષાએ ત્રિકાળી સ્વભાવને ધર્મ કહ્યો છે. પર્યાયમાં ધર્મ થાય છે. એ ધર્મની વાત નથી. કેમકે તે ભેદ-વિવક્ષામાં જાય છે. જેમ ગોળનો ગળપણ મીઠાનો ખારો, અફીણનો કડવો અને લીંબુનો ખાટો સ્વભાવ છે એમ આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે. ૮૧૩.
*
વૈરાગ્ય વિના, ધર્મમાં ચિત્ત થંભતું નથી આત્મા ને સ્વમાં અપેક્ષા થઈ એટલે પરની ઉપેક્ષા થયા વિના રહેતી નથી. તે વૈરાગ્ય છે અને એમ પરની ઉપેક્ષા કરે તેને અંતરમાં સ્થિરતા હોય છે. ધર્મધ્યાનવાળો વિકારમાં એકાગ્ર થતો નથી. પણ અંદર પોતે જ્ઞાનમાત્ર સ્વભાવ એક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com