________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૨૩ આત્માનો જ પ્રેમ હોય છે. જેમ કોઈનો એકનો એક વીશ વર્ષનો પુત્ર મરી ગયો તો તેને મોહને લીધે કાળજામાં ઘા લાગે, તેની મુખ્યતામાં જગતના બીજા પદાર્થોનો પ્રેમ ભૂલી જાય છે. તેમ મુનિને આત્માનો પ્રેમ છે, તેથી પરનો પ્રેમ થતો નથી. ૮O૮.
મુનિ જનોની ગેરહાજરીમાં મુનિઓની ભક્તિ કરવી, જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રદશા પામેલા હોય ને બાહ્યથી નગ્ન દિગમ્બર દશા હોય તેને મુનિ કહે છે. અત્યારે એવા મુનિઓ દેખાતા નથી. તો તેમની પરોક્ષ ભક્તિ કરવી, સર્વજ્ઞદેવની વાણી અનુસાર કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પૂજ્યપાદસ્વામી, સમન્તભદ્રઆચાર્ય આદિ મહાન આચાર્યો કે જેમણે શાસ્ત્રની રચના કરી ધર્મને ટકાવ્યો છે, તેમ જ જેઓ ધર્મના થાંભલા છે. તેઓની ભક્તિ-પ્રશંસા-બહુમાન કરવાને તેમનો ઉપકાર ગાવો. ૮૦૯.
તપની વ્યાખ્યા રોટલા ન ખાવા તે નથી. પણ આત્મા સ્વતંત્ર, જ્ઞાનાનંદ ચૈતન્યમૂર્તિ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્ર થતાં જે ઉજ્વળતાનાં પરિણામ થાય છે તેને ભગવાન તપ કહે છે અને તે વખતે વિકલ્પ હોય તેને વ્યવહાર તપ કહેવાય છે. આત્માની લીનતામાં વિશેષ ઉગ્રતા થાય છે તે ધર્મ, ધ્યાન અને શુક્લધ્યાનરૂપી તપ છે. ૮૧૦.
સંસાર અને મોક્ષ બન્ને ધ્યાનથી થાય છે, વિકારની અને પરની એકાગ્રતાથી સંસાર છે, અને આત્મા ચિદાનંદ છે. એવી શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપી એકાગ્રતાથી મોક્ષ થાય છે. ચિદાનંદની એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે. અને એનું ફળ તે મોક્ષ છે. સંસારનું ધ્યાન પરલક્ષી છે. અને મોક્ષનું ધ્યાન લક્ષી છે, હિંસાદિમાં આનંદ માનવો તે રૌદ્રધ્યાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com