________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર કહેલ છે, પણ પુણ્યની ઇચ્છા રાખે તો તેને સમ્યગ્દર્શન રહેતું નથી. ૮૦૪.
૨૨૨ ]
જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે રાગ-દ્વેષાદિ દુઃખરૂપ જાણે ને તે ભાવોથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાય ભાવોનાં અભાવને પોતાની દયા માને ને બીજાને દુઃખ થાય એવા ભાવ થવા ન દે, તે પરની દયા છે. એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે. ૮૦૫.
પ્રશ્ન:- (મુનિ) મૂછ વિના વસ્ત્ર રાખે તો શું વાંધો?
સમાધાનઃ- મુનિની છઠ્ઠી ભૂમિકા અરાગી અહિંસા છે. તેને શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂછ નહોય. કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા મુનિ જે ઘડીમાં સાતમી ને ઘડીમાં છઠ્ઠી ભૂમિકામાં ઝૂલે છે. આનંદમાં ઝૂલે છે તેને વસ્ત્રના રાગવાળી દશા હોય નહિ. રાગવાળી દશાને ચારિત્ર માનવું તે હિંસા છે. ૮૦૬.
ઉદારતા તો સત્ય અને અસત્યનો વિવેક કરવો તે છે. અવિવેકને ઉદારતા માનવી તે મિથ્યાષ્ટિની ભૂલ છે. વ્યવહારથી ધર્મ ન થાય અને નિશ્ચયથી જ ધર્મ થાય એવો ભગવાનનો માર્ગ છે. એ અનેકાંતમાર્ગમાં શંકા કરવી તેને અહીં હિંસા કહી છે. આત્મા અકષાય સ્વરૂપ છે, તેમાં જે નિઃશંક છે તે અહિંસા ધર્મ છે. ૮૦૭.
મુનિ જગતમાં પોતાનું માહાભ્ય અને માન વધે તેમ ઇચ્છતા નથી. મુનિને ચાર ગતિના ભવમાં વૈરાગ્ય ભાવ છે. દેવના ભવને પણ મુનિ ઇચ્છતા નથી. પાંચ ઇન્દ્રિયોનાં ભોગથી જેમની લાગણી છૂટી થઈ છે. આવું બાહ્ય તપ છે. એ વખતે અંતરંગતપ પણ મુનિને હોય છે. અંતરાત્મામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com