________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૨૧ આ સત્યધર્મ નિર્વિકલ્પ છે, શુભરાગની પણ મુખ્યતા નથી, વીતરાગતા વર્તે છે, જ્ઞાનમાં સત્યનો ન્યાય વર્તે છે. ભાષા ધર્મ નથી, પણ જ્ઞાનમાં વિવેક વર્તે છે, તે સત્યધર્મ છે. ૮૦૧.
ચારિત્ર અર્થે જે ઉધમ અને ઉપયોગ કરે તે તપ કહ્યું છે. આત્મામાં પોતાનો ઉપયોગ પુરુષાર્થપૂર્વક જોડે તે ચારિત્ર અથવા તો તપ છે. વીતરાગદશા પ્રગટ કરે તે તપ છે. તે વખતે કાયકલેશ હોય છે પણ તેથી આત્મામાં વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો મુનિ ઉધમ કરે છે. એટલે કે, કાયકલેશમાં શરીર કૃશ થાય, અંગોપાંગ ઝલાઈ જાય વગેરેનાં નિમિત્તે વિભાવપરિણતિ અણગમો-દ્વેષ ન થાય પણ સ્વભાવમાં વિશેષ લીનતા થાય એવો ઉદ્યમ મુનિ કરે છે. અને પોતાનાં શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે. તે ઘણા જોરથી થંભે છે. એ જોર કરવું તે જ તપ છે. તે બાહ્ય-અભ્યતર ભેદથી બાર પ્રકારનું છે. ૮૦૨.
જેને પાંચ રૂપિયા આપવાની તાકાત નથી તે કહે કે કાલે હું લાખ રૂપિયા આપીશ તો તે વાત ખોટી છે. તેમ સુદેવ ગુરુ-શાસ્ત્રની તો ખબર નથી અને આત્માની વાત કરે તો તે ખોટી છે. જેને તત્ત્વ અને અતત્ત્વની ખબર નથી, તે મિથ્યાદષ્ટિ છે, સર્વજ્ઞના શાસન સિવાય બીજે આવી અખંડ આત્માની વાત હોય નહિ. ૮૦૩.
| મુનિને વીતરાગ દશા ઘણી વધી ગઈ છે. પણ હા અપૂર્ણતા છે. એટલે રાગનાં કારણે શુભ ભાવ થાય છે. તેથી તે ધર્મના કારણે પુણ્ય ઉપાર્જન થાય છે એમ કહેલ છે. પણ કેવળ પુણ્યને માટે ધર્મીને એનું સેવન હોતું નથી. ખરેખર ધર્મ તો ગુણનું ઉપાર્જન છે, પણ શુભાભાવ આવ્યા વિના રહેતો નથી. તેથી પુણ્યનું ઉપાર્જન કરે છે એમ વ્યવહારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com