________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[પરમાગમસાર
અશરીરી સિદ્ધની જાતનો જ હું છું તેનો એકનો જ આદર કરવાની મારી દઢ ટેક છે તેથી સ્વપ્નેય પુણ્ય-પાપ સંસારની વાતનો આદર કરું નહિ, હું પણ સિદ્ઘ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કેડાયત છું, ચાર ગતિમાં જવાનો રાગ કલંક છે. અતીન્દ્રિય સિદ્ધ પરમાત્મપણાનાં મહિમા વડે સર્વ કલંક ટાળી વીતરાગી થવાનો જ છું એમ ધર્મી ગૃહસ્થદશામાં કોલકરાર કરી દઢ વ્રતી થાય છે. ૭૯૬.
*
રાગ તોડીને, પુરુષાર્થની શક્તિ તથા એકાગ્રતાનું જોર દેખે તે મુજબ જ્ઞાની પ્રતિજ્ઞા લે છે. હઠ કરી દેખાદેખીથી આવેશમાં આવી જઈને પ્રતિજ્ઞા કરતાં નથી પણ સહજ જ્ઞાનમાં સમતા દ્વારા બાહ્ય આલંબનરૂપ રાગ ઘટાડવાનો પ્રયોગ નિત્ય કરે છે. ૭૯૭.
*
જિનપ્રતિમા કેવી હોય છે? અક્રિયબિંબ, ૫૨મ પ્રસન્નતાથી પૂર્ણ, શાંત વીતરાગમૂર્તિ નિર્લેપ નિર્વિકાર મુદ્રા હોય છે. આત્માનું અસલી મૂળ શાંત અક્રિય સ્વરૂપ જોવામાં આદર્શ સમાન છે. ધ્યાનનું કારણ વીતરાગતાનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને પૂર્ણ સ્વરૂપમાં સ્મરણનું કારણ છે. ૭૯૮.
*
તત્ત્વજ્ઞાનનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞદેવે જે સાધનથી તત્ત્વજ્ઞાન સાધ્યું અને વાણીમાં જે સાધન કહ્યું તેને ઓળખે, તેવા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે, તેને જ યથાર્થ તત્ત્વની ભાવના હોય છે, બીજાને નહિ. ૭૯૯.
*
બહુ દુ:ખ સહન કરે તો નિર્જરા થાય, એમ માનનાર ધર્મને દુ:ખદાતા માને છે, દુ:ખ માને તો અશાતા કર્મ બંધાય છે, ધર્મમાં તો ઇચ્છા તૂટી નિરંતર અતીન્દ્રિય શાંતિનો લાભ છે. ૮૦૦.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com