________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૨૧૭
કા૨ણે નથી. આવું અનેકાંતનું સ્વરૂપ છે. તે જીવોએ સાંભળ્યું નથી એટલે તેને એકાંત લાગે છે. પણ ખરું અનેકાંત જ આ છે અને તે વીતરાગતાનું કારણ છે. ૭૮૬.
*
અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે તથા ગૌણને વ્યવહા૨ કહ્યો છે. મુખ્યને નિશ્ચય કહ્યો એમાં સિદ્ધાંત છે. નિશ્ચયને મુખ્ય કહ્યો નથી. કેમ કે અધ્યાત્મમાં નિશ્ચયનયનો વિષય જ મુખ્ય રહે છે તેથી મુખ્યને નિશ્ચય અને નિશ્ચયને મુખ્ય કહેવામાં મોટો આંતરો છે. ગૌણને વ્યવહાર કહેલ છે. અધ્યાત્મમાં વ્યવહાર કદી મુખ્ય થાય નહિ. એક આત્મામાં નિશ્ચય અને વ્યવહા૨ બન્ને સાથે છે. એમાં આત્મા અખંડ ધ્રુવ એકરૂપ છે. તેની મુખ્યતા તે જ નિશ્ચય છે. કેમ કે દ્રવ્યસ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટે, ટકે છે અને વધે છે, તે પ્રયોજન દ્રવ્યથી સધાય છે. માટે અધ્યાત્મમાં મુખ્યને નિશ્ચય કહ્યો છે. વ્યવહારથી કે નિમિત્તથી ધર્મની પર્યાય પ્રગટ થતી નથી, ટકતી નથી, અને વધતી પણ નથી. તેથી અધ્યાત્મમાં વ્યવહારની મુખ્યતા કદી થતી નથી. અધ્યાત્મમાં આત્માના આશ્રયે સાધકપણું છે. વ્યવહારથી સાધકપણું નથી. તેથી એમાં કદી વ્યવહારનું મુખ્યપણું થતું નથી, પણ ગૌણપણું જ રહે છે. નિશ્ચયનું ગૌણપણું કદી થતું નથી કેમ કે પ્રયોજન તો અખંડ દ્રવ્યના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટ કરવી તે છે. તેથી મુખ્ય તે નિશ્ચય છે ને ગૌણ તે વ્યવહાર છે. ૭૮૭.
*
દિવ્યધ્વનિ વખતે સામે ધર્મ સમજનારા જીવો હોય જ છે. ભગવાનની દિવ્યધ્વનિમાં એવા ન્યાયો આવે કે સમજનારને પોતામાં ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત થાય. ધર્મવૃદ્ધિના વિકલ્પથી વાણીનાં ૫૨માણુ બંધાયા, તે વાણી સામા જીવોને પણ ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. સમ્યગ્દર્શનથી પડીને પણ અર્ધપુદ્દગલપરાવર્તન સંસારમાં રખડે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com