________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬]
[ગમસાર જીવનું પ્રયોજન સિદ્ધ કરવા માટે અધ્યાત્મદષ્ટિમાં અભેદને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે, ને તેમાં ભેદનો અભાવ છે. માટે અભેદ દષ્ટિમાં ભેદને ગૌણ કરીને વ્યવહાર કહ્યો છે. આ મુખ્ય-ગૌણના ભેદને-રહસ્યને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. ૭૮૩.
અભેદની મુખ્યતાની આવી કથનપદ્ધતિ સનાતન જૈન દિગંબર ધર્મ સિવાય બીજો કોઈ ઠેકાણે નથી. આ કથની સર્વજ્ઞની પરંપરા સિવાય બીજા સ્થાનમાં છે જ નહિ. દિગંબર જૈનમાર્ગ કહો કે વીતરાગતાનો માર્ગ કહો તે એકાર્થ છે. વીતરાગતા કેમ પ્રગટે તેની આ વાત છે. ૭૮૪.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અનેક ધર્મો છે. જેમ દ્રવ્યમાં અનેક સ્વભાવો છે તેમ પર્યાયમાં પણ અનેક સ્વભાવો-ધર્મો છે. એકએક સમયની પર્યાય છે તે પોતાનું અસ્તિત્વ પોતાથી ટકાવી રાખે છે. એમાં પરથી નાસ્તિત્વનો ધર્મ છે. એમ ન હોય તો પર્યાયનું અસ્તિત્વ રહી શકે નહીં. એ દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં ધર્મોનો વિચાર સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવસભુખ રહીને કરે છે, તેમાં જેટલો રાગ ઘટે છે તે ધર્મ છે. ૭૮૫.
પ્રશ્ન - નિમિત્તની પ્રધાનતા ન હોય તો તમો સમયસાર, પ્રવચનસારાદિ ગ્રંથો કેમ વાંચો છો? અને પદ્મપુરાણ, આદિપુરાણ કેમ વાંચતા નથી? એ શું નિમિત્તની પ્રધાનતા નથી ?
ઉત્તર:- જ્ઞાન શાસ્ત્રના કારણે નથી અને શાસ્ત્ર વિકલ્પના કારણે નથી. શાસ્ત્ર શાસ્ત્રથી છે, વિકલ્પથી નથી, વિકલ્પ વિકલ્પથી છે, શાસ્ત્રથી નથી અને જ્ઞાન જ્ઞાનથી છે, શાસ્ત્રથી નથી. જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસાર આવ્યું-એમ નથી. અને સમયસાર આવ્યું માટે જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. જ્ઞાન જ્ઞાનના કારણે છે. ઈચ્છા અને શાસ્ત્રના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com