________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૧૫ જીવ સ્વાધીન છે કે પરાધીન? તેનો ઉત્તર સમજ્યા વિના કોઈ કહે છે. જીવ કથંચિત્ સ્વાધીન, કથંચિત્ પરાધીન તો તેનો અર્થ એમ નથી. પણ પર્યાય અપેક્ષાએ જીવ પોતે પરાશ્રયરૂપ-પરાધીનરૂપ પરિણમે છે. પોતે દ્રવ્ય સ્વભાવનો આશ્રય ચૂકીને પરાશ્રય કરે તો પર્યાયમાં પરાધીન કહેવાય છે. કોઈ પરાધીન કરતું નથી. પરદ્રવ્ય સન્મુખ દષ્ટિ કરે તો પરાધીન અને સ્વદ્રવ્ય સન્મુખ દષ્ટિ કરે તો સ્વાધીન એમ પ્રમાણજ્ઞાન કરવું જોઈએ. ૭૭૯.
“મુખ્ય તે નિશ્ચય છે. કેમ કે અધ્યાત્મદષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે. ને તે જ નિશ્ચય છે. અભેદ તે મુખ્ય છે. ને તે જ નિશ્ચયનો વિષય છે, ને ભેદ છે તે અધ્યાત્મમાં સદાય ગૌણ છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર તે પરને લીધે છે એમ નથી. પણ તે ગૌણ છે. માટે તેને વ્યવહાર કહ્યો છે. ભેદ, પર્યાય કે વિકલ્પ તે સ્વનો અંશ છે, તે કાંઈ પરનાં કારણે નથી, પણ તે અંશના આશ્રયે ધર્મ થતો નથી માટે તેને ગૌણ કરીને વ્યવહાર કહ્યો, ને અભેદને મુખ્ય કરીને તેને નિશ્ચય કહ્યો છે. ૭૮૦.
ધર્મ તો અહિંસાસ્વરૂપ જાણે પર જીવને મારવો નહિ તે અહિંસા નથી. કોઈ પણ જીવને મારવાનો કે જિવાડવાનો વિકલ્પ જ ન ઉઠવો તે અહિંસા છે. અરાગી સ્વભાવમાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા તે જ અહિંસા છે. ૭૮૧.
ભયથી, આજ્ઞાથી, સ્નેહથી કે લોભથી કુદેવ, કુઆગમ તથા કુલિંગી–વેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દષ્ટિ છે તે કરતો નથી. ૭૮૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com