________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮]
[ પરમાગમસાર જગતમાં અભવ્ય જીવો છે. ઇત્યાદિ બધી વાત દિવ્યધ્વનિમાં આવે છે. પણ સાંભળનારને તો તે વાણી ધર્મની વૃદ્ધિના પુરુષાર્થનું જ નિમિત્ત છે. વાણી તો ધર્મની વૃદ્ધિનું અને ધર્મની ઉત્પત્તિનું જ નિમિત્ત છે. ભગવાનની વાણી ઝીલીને બાર સભાના પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકે છે, તેમાં ક્યાંય પુરુષાર્થહીનતાની વાત કાઢે, એવું વાણીનું નિમિત્તપણું નથી. ૭૮૮.
સર્વજ્ઞદેવે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા છે, ને મારો પણ જાણવાનો સ્વભાવ છે. જે બનવાનું તે ફરવાનું નથી.-પણ જેમ થાય તેમ તેનો જાણનાર જ છું. પરની પર્યાયને તો ફેરવનાર નથી, પણ મારી પર્યાયને પણ ફેરવનાર નથી. આમ પોતાના સ્વભાવ સન્મુખ રહીને ધર્મીનો નિશ્ચય છે. ને જે નહિ બનવાનું તે કદી થવાનું નથી, હું ક્યાય ફેરફાર કરનારો નથી. ૭૮૯.
અહો! દિગંબર સંતોનો કોઈ પણ ગ્રંથ લ્યો, તે આત્માને ચૈતન્યસ્વભાવમાં થંભાવી દે છે. ૭૯૦.
અહો ! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે. પણ દેહ ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને સમ્યગ્દર્શન પ્રગટે તે જ મહારત્ન છે. ૭૯૧.
સ્વર્ગમાં રત્નોનાં ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શન રત્ન અપૂર્વ કલ્યાણકારી છે. સમ્યગ્દર્શન સર્વ કલ્યાણનું મૂળ છે. તે સમ્યગ્દર્શન વગર જે કરે તે તો બધુંય “રાખ ઉપર લીંપણ” જેવું છે. સમ્યગ્દષ્ટિ જીવ લક્ષ્મી- પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com