________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૨૧૨] દ્રવ્યની શક્તિરૂપે છે. ૭૬૯.
કેવળી ભગવાનની દિવ્યધ્વનિમાં બધું રહસ્ય એક સાથે આવે છે. ઉત્કૃષ્ટ શ્રોતાની જેટલું સમજવાની યોગ્યતા હોય તે બધુંય ભગવાનની વાણીમાં એક સાથે આવે છે. ૭૭).
જ્ઞાન છે, શેય પણ છે. કોઈથી કોઈ નથી, વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે. તેમાં આ નહિ એવું જ્ઞાનીને નથી. ઠીક-અઠીક કરી અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી.
પ્રશ્ન- રાગ ન જોઈએ એવો જ્ઞાનીને વિચાર હોય કે નહિ?
ઉત્તર:- જ્ઞાનમાં તે જોય છે, તેને ટાળું એમ શ્રદ્ધા નથી. અસ્થિરતાથી વિકલ્પ ઉઠે ખરો પણ “છે” તે “છે' એમ નક્કી રાખીને વાત છે. ૭૭૧.
કેવળજ્ઞાની સમસ્ત સ્વપરને જાણે છે, પરને પણ જાણનારું જ્ઞાન છે તે જ્ઞાન તો નિશ્ચયથી પોતાનું છે, પણ પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. એનો અર્થ એમ ન સમજવો કે જ્ઞાન પરને જાણતું નથી. જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક છે. સ્વ-પરપ્રકાશકપણું કાંઈ વ્યવહારથી નથી. ૭૭ર.
આત્મા સ્વભાવને પકડીને તેમાં જે એકાગ્ર થયું તે જ્ઞાનનો જ મહિમા છે. અધૂરા જ્ઞાનનો એવો જ ખંડખંડરૂપ સ્વભાવ છે કે જેટલો ઉઘાડ હોય તેટલો પૂરેપૂરો ઉપયોગ કદી થાય નહિ! કેવળજ્ઞાન પરિપૂર્ણ છે, તેમાં લબ્ધ ને ઉપયોગ એવા ભેદ નથી. ૭૭૩.
પ્રમાણજ્ઞાન પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. કઈ રીતે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com