________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૧૩ કે દ્રવ્ય અને પર્યાય બન્નેને અનેકાંતથી જાણીને અભેદ વસ્તુની મુખ્યતા તરફ ઢળીને સમ્યક એકાંત કરે તો જ પ્રમાણજ્ઞાન થાય છે. એટલે અનેકાંત પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. સમ્યક એકાંત એટલે શું? કે અભેદ તરફ વળ્યો-ત્યારે જ સમ્યક એકાંત થયું, દ્રવ્ય પર્યાય બન્નેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને અભેદ કરે. તો પ્રમાણજ્ઞાન થાય. અભેદની મુખ્યતા હોવા છતાં તેમાં વળેલી પર્યાય પણ છે તો ખરી એટલે અભેદની મુખ્યતા અપેક્ષાએ તો સમ્યક એકાંત છે, ને દ્રવ્ય તરફ ઢળેલી પર્યાય પણ છે તે-દ્રવ્ય-પર્યાય બન્ને અપેક્ષાએ અનેકાંત પણ છે. ૭૭૪.
| નિશ્ચયનય તે તો જ્ઞાનનો એક અંશ છે, તે તો પર્યાય છે, તે પર્યાયના આશ્રયે કાંઈ મુક્તિ નથી, પણ નિશ્ચયનય અને તેના વિષયરૂપ જે ત્રિકાળ અભેદ સ્વભાવ છે, તે અભેદ સ્વભાવના અનુભવમાં નય અને નયના વિષયનો ભેદ નથી રહેતો, માટે અભેદ અપેક્ષાએ કહી દીધું કે, નિશ્ચય-નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.” અહો ! સંતોની વાણી અંદરના ઊંડા અનુભવમાંથી નીકળેલી છે. જ્ઞાનના અંશને તો નય કહેવાય, પણ તે નયના વિષયરૂપ ધર્મને પણ ‘નય' કહેવો તેમાં રહસ્ય છે. ૭૭૫.
ખાનદાન કુળ, ધનવાનપણું, નીરોગી શરીર તથા લાંબું આયુષ્ય એ બધુંય પામીને પણ અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. પરિણામમાં તીવ્ર વકતા હોય, મહાસંકિલષ્ટ પરિણામ હોય, ક્રોધ-માનમાયા-લોભ તીવ્ર હોય ત્યાં ધર્મનો વિચાર ક્યાંથી કરે? વિષય કષાયનો લંપટી હોય ને સરળ મંદકષાયના પરિણામ પણ ન હોય તેને ધર્મની પાત્રતા પણ નથી, એટલે મંદકષાયનાં સરળ પરિણામ થવા પણ દુર્લભ છે. હુજી ધર્મ તો જુદી ચીજ છે. સરળ પરિણામ થયા તે કાંઈ ધર્મ નથી. પણ અહીં તો એમ કહે છે કે, સરળ પરિણામ થવા પણ દુર્લભ છે. તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com