________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૨૧૧
જગતના બધા પદાર્થો પ્રત્યેક સમયમાં પરિણમે છે. પર્યાય અપેક્ષાએ આખી વસ્તુ જ પરિણમે છે. ઘંટીનાં બે પડની જેમ એક ભાગ સર્વથા કૂટસ્થ ને બીજો ભાગ બદલે–એમ બે ભાગ ભિન્ન ભિન્ન નથી. પણ વસ્તુ પોતે પર્યાયપણે પલટે છે. પદાર્થ અને પર્યાય સર્વથા જુદા જુદા નથી. વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે ને વિણસે છે, તથા ધ્રુવ પણ રહે છે. ૭૬૬.
*
પાત્રતા વિના ગુરુગમ મળે નહિ ને ગુરુગમ વિના સત્ય સમજાતું નથી. કહ્યું છે કે–અનંતકાળમાં સત્પુરુષની સેવા નથી કરી. તેનો અર્થ એ છે કે પોતાની પાત્રતા નહોતી તેથી નિમિત્તનો આરોપ પણ ન આવ્યો. રુચિપૂર્વક સત્ સાંભળ્યું નથી, પરિચય તથા સેવા કરેલ નથી. પોતાની પાત્રતા વિના નિમિત્ત મળ્યું હોવા છતાં તે નિમિત્તકારણ પણ ન કહેવાયું. સ્વતંત્રતા સમજે તો સાચું જ્ઞાન થાય. ૭૬૭.
*
અજ્ઞાની જીવને પરાધીન ષ્ટિ હોવાથી શાસ્ત્રોમાંથી પણ તેવો આશય કાઢીને શાસ્ત્રોને પોતાને અનુકૂળ બનાવવા માગે છે, પણ શાસ્ત્રોમાં તેવો આશય છે જ નહિ. ગુરુગમ વગર સ્વછંદે તે જીવ શાસ્ત્રોના ઊંધા અર્થ કરે છે. ૭૬૮.
*
સમય સમયની પર્યાય સ્વતંત્ર છે, એક સમયે એક પર્યાય વ્યક્ત છે, ને બીજી અનંત પર્યાયોનું સામર્થ્ય તો દ્રવ્યરૂપે પડયું છે. જો આવું સમજે તો દ્રવ્ય સન્મુખ દષ્ટિ થયા વગર રહે જ નહીં. ત્રણ કાળની પર્યાયનો પિંડ તે દ્રવ્ય એમ કહ્યું ત્યાં પર્યાયો થવાનું સામર્થ્ય દ્રવ્યમાં છે એમ સમજવું. પણ તે પર્યાયો પ્રગટરૂપ નથી. શક્તિ છે તેમાંથી વ્યક્તિ થાય છે. ભવિષ્યની પર્યાયો અત્યારે કાંઇ પર્યાયરૂપે નથી, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com