________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦]
[ પરમાગમસાર જીવોમાં આંતરો પડી જાય છે. ૭૬ર.
પર્યાય અપેક્ષાએ તો પહેલા સમયનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ચારેય બીજા સમયે પલટી જાય છે, સદશતાની અપેક્ષાએ દ્રવ્યને ધ્રુવ કહેવાય છે. પણ પહેલા સમયનું દ્રવ્ય બીજા સમયે પર્યાય અપેક્ષાએ પલટી ગયું છે. ઘંટીના બે પડમાંથી ઉપરનું પડ ફરે છે ને નીચેનું સ્થિર રહે છે, તેમ કાંઈ વસ્તુમાં જુદાં જુદાં બે પડખાં નથી કે એક પડખું ધ્રુવ રહે ને બીજાં પડખું પલટે. ૭૬૩.
દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ એમ કહેવાય કે આત્મામાં વિકાર છે જ નહિ. વિકાર તે પુગલનું કાર્ય છે. પણ એવી દ્રવ્યદૃષ્ટિ કોને થાય? કે જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય તેને. હજી પર્યાયને પણ જે સ્વાધીન ન જાણે, તેને ત્રણકાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્યની દષ્ટિ થાય નહીં. પર્યાયમાં વિકાર છે તે કર્મ કરાવ્યો નથી, પણ મારા અપરાધથી છે. એમ અંશને
સ્વતંત્ર જાણે, ને તે અંશ જેટલો ત્રિકાળ સ્વભાવ નથી, એમ જાણે તો દ્રવ્યદૃષ્ટિ થાય. પણ કર્મ જ વિકાર કરાવે છે, એમ માને તો તેને પર્યાયનું પણ ભાન નથી, ને તેને દ્રવ્યદૃષ્ટિ થતી નથી. ૭૬૪.
નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહિ, સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહિ. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહિ. નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે. ૭૬૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com