________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પરમાગમસાર
આત્મા ૫૨થી અસ્પર્શી આત્મા-પોતાનું ભાન કર્યા પછી સર્વ સંગવિમુક્ત થાય છે. હું સર્વસંગ વિમુક્ત છું એવી પ્રથમ દષ્ટિ હોય તે સર્વસંગ વિમુક્ત પર્યાયમાં થાય. ૭૫૬.
*
પ્રશ્ન:- જો આત્મા પોતાના હર્ષ-શોકના ભાવને જ ભોગવે છે. તો પછી બહારનાં સ્વર્ગ-નરકાદિ ભોગ્ય સ્થાનની શું જરૂર છે?
ઉત્તર:- ઉપાદાન તરીકે તો પોતે પોતાના હર્ષ-શોકનો જ ભોક્તા છે, પણ તે વખતે નિમિત્ત તરીકે કેવો સંયોગ હોય છે તે બતાવ્યું છે. સ્વર્ગ-નરકાદિનો સંયોગ તે નિમિત્ત છે, ને તેવા પ્રકારના હર્ષ-શોકને ભોગવવાની લાયકાતવાળા જીવોને તેવો સંયોગ હોય છે. ૭૫૭.
*
જે આત્મા સ્વભાવનો અનાદર કરીને પ૨ ચીજથી પોતાને સુખ માને છે તે જીવ મોટો પાપી છે, અંદર મોટી ચૈતન્યનિધિ પડી છે તેનો આદર કરતો નથી, ને જડમાં સુખ માને છે તે જીવને બહા૨માં ભલે લક્ષ્મીના ગજ હોય તોપણ તેને ભગવાન “પાપી ” કહે છે, ને દેહથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન કરનારું નાનું દેડકું હોય તો તે પણ ‘ પુણ્ય જીવ' છે, તે જીવ અલ્પ કાળમાં મોક્ષ ચાલ્યો જશે. શુભભાવ અમને લાભ કરશે, શરીરની ક્રિયાથી ધર્મ થશે, એમ માનનાર જીવ પણ પાપી છે, જેને અંદર પરથી ભિન્ન ચૈતન્યનું ભાન નથી. એને ભેદજ્ઞાન વગર પાપની જડ કપાતી નથી, તેથી તે પાપ જીવ છે, ભલે મોટો રાજા હોય, પણ તેને ભિન્ન ચૈતન્યનું ભાન નથી, તેને પાપનું મૂળિયું ઊભું છે, તેથી તે પાપ જીવ છે, ભેદજ્ઞાન વગર મૂળ કપાતું નથી. ૭૫૮.
*
નિર્ધનતા તે કાંઈ અપરાધ નથી, ને સઘનતા તે કાંઈ ગુણ નથી, નિર્ધન હોવા છતાં અંદર જેને ભાન છે કે, “હું તો ચૈતન્યનિધિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com