________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૦૭ નમો અરિહંતાણું” એમ બોલે પણ અરિહંતનું સ્વરૂપ જાણે નહિં તો તેને કાંઈ લાભ થાય નહિ. જે રેકર્ડ બોલે છે તેમ તે જીવ સમજ્યા વિના બોલે છે તેમાં કાંઈ ફેર નથી. જો સર્વશને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીત થાય, ને પુણ્ય-પાપ તથા અલ્પજ્ઞતાની રુચિ રહે નહિ. ૭પ૩.
આત્મા જ્યારે નિસર્ગ અથવા અધિગમ સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે ને પરસમયને ત્યાગી સ્વસમયને અંગીકાર કરે છે ત્યારે અવશ્ય કર્મબંધનથી રહિત થાય છે. ધર્મ પામતી વખતે સાચા દેવ કે ગુરુની હાજરી હોય તો અધિગમ સમ્યગ્દર્શન કહેવાય ને તે વખતે હાજરી ન હોય પણ પૂર્વે જ્ઞાની પાસેથી દેશના સાંભળી હોય તે વખતે સમ્યગ્દર્શન ન પામેલ હોયને પાછળથી પૂર્વસંસ્કારને લઈને સમ્યગ્દર્શન પામે તે નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય, જ્ઞાની કોઈ ભવમાં ન મળ્યાં હોય ને પોતાની મેળે સમકિત પામી જાય એવો નિસર્ગનો અર્થ નથી. પણ ધર્મ પામનારને તે ભવમાં જ્ઞાનીનું સમીપપણું નથી એમ નિસર્ગ બતાવે છે. જ્ઞાની વિના પોતાની મેળે ધર્મ પામી જાય એમ પણ નથી. ને પોતાની લાયકાત હોય ને જ્ઞાની ન મળે એમ પણ ન બને, બન્ને (સમકિત) માં પુરુષાર્થ સરખો છે. ૭૫૪.
જ્ઞાનને સ્વતંત્ર માનનારો શેયને પણ સ્વતંત્ર માને છે. શેયને સ્વતંત્ર માનનારો જ્ઞાનને પણ સ્વતંત્ર માને છે. પણ પોતાને પરાધીન માનનારો બધાને પરાધીન માને છે. ૭૫૫.
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધ ભાવથી શુદ્ધ જીવને નિશ્ચયથી જાણે છે. પરથી કે રાગથી જાણતો નથી પણ જ્ઞાનથી જાણે છે. આવા ભાનવાળો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com