________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૦૫ ધર્મની પ્રીતિવાળા વિવેકી જીવને પોતાના પરિણામમાંથી રાગાદિ ઘટાડવા માટે ધર્મ કાર્યમાં લક્ષ્મી વગેરે ખરચવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. કેટલાક જીવો ધાર્મિક કાર્યની સામે જોતાં નથી ને બહારમાં લૌકિક કાર્યોમાં ધન વગેરે વાપરે છે. એવા જીવોને ધર્મનો વિવેક નથી. ધર્મ કાર્યમાં લક્ષ્મી વાપરવાનો જેને ઉત્સાહ છે તેને પોતાને ધર્મની પ્રીતિ છે. તેથી તેવા જીવને પંડિત પુરુષો પ્રશંસે છે. ૭૪૪.
નિત્ય ટકતી જ્ઞાયક વસ્તુને જાણ્યા વિના ખરેખર હર્ષ-શોક ટળે નહિ. “હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી.”—એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે અને વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતનમાં ઉત્સાહ ન આવે તો તે શુષ્ક છે. અંતર સ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્ય ભાવનાઓ પણ હોય છે. અંતરનો શુદ્ધ સ્વભાવ જેને રુચિમાં આવ્યો તેને પર્યાયમાં રાગ ઘટતાં વૈરાગ્ય ભાવનાઓ આવે છે. ૭૪૫.
સ્વભાવનું સુખ પૂર્ણ હોય છે, પણ સામગ્રીનું સુખ પૂરું ન હોય. સામગ્રીમાં સુખ તો છે જ નહિ, પણ જે સામગ્રીમાં સુખની કલ્પના કરે છે. તે સામગ્રી પણ પૂરી કોઈને હોતી નથી. ૭૪૬.
જગતના બધા જીવો સુખને ઇચ્છે છે. પણ સુખનો ઉપાય ઇચ્છતા નથી, અને દુ:ખને ઇચ્છતા નથી. પરંતુ દુઃખના ઉપાયમાં-મિથ્યાત્વાદિમાં નિરંતર લાગ્યા રહે છે. સુખનો ઉપાય તો આત્માની સભ્યશ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે જ છે. તેને બદલે અજ્ઞાની જીવ બાહ્ય પદાર્થ મેળવીને તેનાથી સુખી થવા માગે છે. ૭૪૭.
હું જ્ઞાનસ્વભાવ છું, મારા સ્વભાવમાં સંસાર નથી એવા ભાનપૂર્વક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com