________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ પરમાગમસાર
આત્મા તરફ વળ્યું નથી પણ વિકલ્પ તરફ વળ્યું છે. એટલે તેમાં તો વિકલ્પની ઉત્પત્તિ જ થાય છે. શુદ્ધ આત્મદ્રવ્ય તરફ વળવું તે જ વિકલ્પના અભાવની રીત છે. ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ બનતાં વિકલ્પ છૂટી જાય છે. ૭૪૦.
*
પહેલાં આત્મસ્વભાવનું શ્રવણ-મનન કરીને તેને લક્ષમાં લીધો હોય અને તેનો મહિમા જાણ્યો હોય તો તેમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે. પણ આત્મસ્વભાવનો મહિમા લક્ષમાં લીધા વિના કોના અસ્તિત્વમાં ઉભો રહીને વિકલ્પનો અભાવ કરશે ! વિકલ્પનો અભાવ કરવો તે પણ ઉપચારનું કથન છે. ખરેખર વિકલ્પનો અભાવ કરવો નથી પડતો, પણ અંતર સ્વભાવ સન્મુખ જે પરિણતિ થઈ તે પરિણતિ પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે. તેનામાં વિકલ્પ છે જ નહિ તો કોનો અભાવ કરવો ? વિકલ્પની ઉત્પતિ ન થઈ તે અપેક્ષાએ વિકલ્પનો અભાવ કર્યો એમ કહેવાય. પણ તે સમયે વિકલ્પ હતો અને તેનો અભાવ કર્યો છે-એમ નથી. ૭૪૧.
*
પૂર્વે આત્માની દરકાર કર્યા વગર વિષય-કષાયમાં જીવન વિતાવ્યું હોય છતાં પણ જો વર્તમાનમાં રુચિ ફેરવી નાખીને આત્માની રુચિ કરે તો અપૂર્વ આત્મભાન થઈ શકે છે. ૭૪૨.
*
અરિહંત ભગવાન વગેરેને શરણ કહેવા તે તો ઉપચારથી છે પણ અરિહંત ભગવાને કહ્યો તેવો પોતાનો સ્વભાવ તે જ પોતાને શરણ છે. એ સિવાય ક્ષણિકભાવો કે ૫૨વસ્તુ કોઈ જીવને શરણ નથી. ચૈતન્યના શરણપૂર્વક યથાર્થ અશરણભાવના છે. હું કોઈ ૫૨વસ્તુને ગ્રહતો કે છોડતો નથી. આવા ભાનપૂર્વક ધ્રુવ શરણનું અવલંબન કરવું તેમાં જ ખરી અનિત્ય ભાવના અને અશરણ ભાવના છે. ૭૪૩.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com