________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર] સમજવા જેવી છે. આત્મા સૂક્ષ્મ છે તો તેની વાત પણ સૂક્ષ્મ હોય. જીવે એક સ્વની સમજણ વિના બીજું બધું અનંતવાર કર્યું છે. આત્માની પરમ સત્ય વાત કોઇક જગ્યાએ જ સાંભળવા મળે છે. કોઈ નોવેલો વાંચે છે, કોઈ ધર્મ સાંભળવા જાય ત્યાં ઓઠાં-વાર્તા સંભળાવે છે, બાહ્ય પ્રવૃત્તિ બતાવે છે, એ રીતે બાહ્ય ક્રિયાથી સંતોષ મનાવી ધર્મનું સ્વરૂપ ભાજી મૂળા જેવું સોંઘુ બનાવી દીધું છે. આત્મસ્વભાવની જે વાત અનંતકાળમાં ન સમજાણી તે વાત સમજવા માટે તુલનાત્મક બુદ્ધિ હોવી જોઈએ. લૌકિક વાત અને લોકોત્તર ધર્મની વાત તદ્ન જાદી હોય છે. ઝટ ન સમજાય તેથી ના ન પાડશો. જે પોતાનું સ્વરૂપ છે તે ન સમજાય એવું અઘરું હોય જ નહિ. રુચિથી અભ્યાસ કરે તો દરેક જીવ પોતાનું આત્મ- સ્વરૂપ સમજી શકે છે. માત્ર સત્ સમજવાનો પ્રેમ જોઈએ. ૭૩૮.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય, હૃદયપલટો થઈ જાય, અંતરમાં ઉથલપાથલ થઈ જાય. આંધળામાંથી દેખતો થાય, અંતરની જ્યોત જાગે, તેની દશાની દિશા આખી ફરી જાય. જેને અંતર પલટો થાય તેને કોઈને પૂછવા જવું ન પડે. તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ. સિદ્ધના સંદેશા આવી ચૂકયા છે. હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં બીજુ કાંઈ થાય નહિ, ફેર પડે નહિ. ૭૩૯.
ઘણા જીવો વિકલ્પનો અભાવ કરવા માગે છે અને સ્થૂળ વિકલ્પો ઓછા થતાં એમ માને છે કે વિકલ્પનો અભાવ થયો. પણ ખરેખર વિકલ્પનો અભાવ કરવા ઉપર જેનું લક્ષ છે વિકલ્પનો અભાવ થતો નથી. પરંતુ જેનામાં વિકલ્પનો અભાવ જ છે એવા શુદ્ધ ચૈતન્યને લક્ષમાં લઈને એકાગ્ર થતાં વિકલ્પનો અભાવ થઈ જાય છે. હું આ વિકલ્પનો નિષેધ કરું-એમ વિકલ્પનો નિષેધ કરવા તરફ જેનું લક્ષ છે તેનું લક્ષ શુદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com