________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૦૧ તો ચોરાશીના અવતારની રખડપટ્ટી ટળશે નહીં. માટે જે જીવ આ રખડપટ્ટીથી થાક્યો હોય તેને ધીરો થઈને અંતરમાં આ વાત સમજવા જેવી છે. ૭૩૨.
પદ્રવ્ય તરફની વૃત્તિ અશુભ હો કે શુભ-તે આત્મા નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. દુઃખથી છૂટવું હોય ને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો છે. ૭૩૩.
જન્મ-મરણના કલેશથી છૂટવું હોય, ને મોક્ષનું અવિનાશી કલ્યાણ જોઈતું હોય તેણે પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માને જ કલ્યાણરૂપ જાણીને તેમાં સંતુષ્ટ થવું. રાગમાં કદી સંતોષ થાય તેવું નથી. તેમાં તો વિષયોની ઇચ્છા ને આકુળતા જ છે. રાગ પોતે જ આકુળતા છે તો તેમાં સંતોષ કેવો? જ્ઞાન છે તે નિરાકુળ છે, માટે તેના અનુભવથી જ સંતોષ પામ. ૭૩૪.
ચૈતન્યતત્ત્વના લક્ષ વગર જે કાંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત હોય. સમ્યજ્ઞાનની કસોટી ઉપર ચડાવતાં તેની એકેય વાત સાચી ન નીકળે, માટે જેને આત્મામાં અપૂર્વ ધર્મ કરવો હોય તેણે પોતાની માનેલી પૂર્વની બધીયે વાતો અક્ષરે અક્ષર ખોટી હતી. એમ સમજીને જ્ઞાનનું આખુંય વલણ બદલાવી નાંખવું પડે. પણ જો પોતાની પૂર્વની વાતને ઊભી રાખે અને પૂર્વની માનેલી વાતો સાથે આ વાતને મેળવવા જાય-તો અનાદિના જે ગોટા ચાલ્યા આવ્યા છે તે નીકળશે નહિ. અને આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com