________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO]
[ પરમાગમસાર તમને ફીકાં ભાસ્યા લાગે છે. તેનું કારણ શું? રુચિ કેમ ઊપજતી નથી? ઉમંગ પૂર્વક ઉદ્યમ થતો નથી. તો લાગે છે કે તમારું ભવિષ્ય ખોટું લાગે છે. ચૌરાશીના અવતારમાં તમારું ભટકવું ઊભું રહેશે-એમ લાગે છે. જેમ આહાર ન રુચે ત્યારે જણાય છે કે-આનું મરણ નજીક છે. તેમ તમારા અંતરંગમાં જ રસપૂર્વક ધર્મ વાસના નથી જાગી. દેવ-ગુરુ પ્રત્યે ઉલ્લાસઉમંગ નથી આવતો તો સંચાર-ચક્ર તમારા માટે હજુ ઊભું છે. લોકો તમને ભલે ભલા કહે પરંતુ જેના તમે ભક્ત છો તે કેવળજ્ઞાનીથી તમારું કપટ છૂપું નહિ રહે. ૭૨૯.
ભાઈ, તે પરના આશ્રયની બુદ્ધિ ન છોડી ને સ્વતત્ત્વ તરફ તારું મુખ ન ફેરવ્યું તો તારી વિદ્વતા શા કામની ? ને તારા શાસ્ત્રભણતર શું કામના? વિદ્વતા તો તેને કહેવાય કે જેનાથી સ્વાશ્રય કરીને પોતાનું હિત સધાય. ૭૩).
આ ચૈતન્યવિધા તો ભારતની મૂળ વિદ્યા છે. અગાઉ તો બાળપણથી જ ભારતના બાળકોમાં આવી ચૈતન્યવિધાના સંસ્કાર રેડાતામાતાઓ પણ ધર્માત્મા હતી. તેઓ પોતાના બાળકોને આવા ઉત્તમ સંસ્કારો શીખવતી અને બાળકો પણ અંતરમાં અભ્યાસ કરીનેઅંતરમાં ઉતરીને આઠ આઠ વરસની ઉંમરમાં આત્માનો અનુભવ કરતા.. ભારતમાં ચૈતન્યવિધાનો આવો ધીકતો ધર્મકાળ હતો. તેને બદલે આજે તો આ ચૈતન્યવિદ્યાનું શ્રવણ મળવું પણ કેટલું દુર્લભ થઈ પડ્યું છે!! ૭૩૧.
અહો! પરમ સત્યની આવી વાત કાને પડવી પણ ઘણી દુર્લભ છે. અનંતકાળે મનુષ્યપણામાં આવા મોઘાં ટાણાં મળ્યા છે ત્યારે પણ જો અપૂર્વ સત્ય સમજીને સ્વતંત્ર વસ્તુ સ્વભાવનું સામર્થ્ય ન સમજાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com