________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[૧૯૯ ગૃહીત મિથ્યાત્વ તો છૂટયું છે ને? એટલો તો નફો થયો ને?
સમાધાનઃ- ના, તેમ નથી, કેમકે તમને ગૃહીત મિથ્યાત્વનું જ્ઞાન જ નથી, અઢાર દોષ રહિત સાચા સર્વજ્ઞદેવ, તેમની અનેકાંત લક્ષણ હિતકારી વાણી તથા સાચા નિગ્રંથ ગુરુની તમને ઓળખાણ જ નથી. કોઈ મોટા પુરુષની દેખાદેખીથી કે કુળ પરંપરાથી તમે સાચા દેવાદિને માનો છો પણ તમને અંતરંગમાં તેમનું સ્વરૂપ તો ભાસ્યું નથી, તેથી તમને ગૃહીત મિથ્યાત્વ છૂટયું કહી શકાય નહીં.
અહીં તો કુદેવાદિનો સંબંધ તોડી સાચા દેવાદિમાં લગ્ની લગાડી તત્ત્વનો નિર્ણય કરીને જે અંતરંગ શુદ્ધ તત્ત્વનું શ્રદ્ધાન આદિ કરશે તેનું કલ્યાણ થશે. ૭ર૬.
ભાઈ ! આ તો દુનિયા, જગત સામે બળવો છે. જેને સુખ જોઈતું હોય તેણે સાચો નિર્ણય કરવો પડશે. આમ સર્વ પ્રકારે પોતાને દેવ, ગુરુ, શાસ્ત્રના સ્વરૂપનો નિશ્ચય થયો હોય તો પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે તથા પોતાની આસ્તિકય બુદ્ધિ ટકી રહે. પ્રસંગ આવ્યે ડામાડોળ ન થઈ જાય માટે બધા પડખે સાચો નિર્ણય કરવો જોઈએ. પણ પક્ષપાતી થઈ દેવાદિની ભક્તિ-પૂજાદિ કરે તો તેથી કાંઈ મિથ્યાત્વ ટળે નહિ. ૭ર૭.
જ્ઞાનનું સમ્યકરૂપ અને મિથ્થારૂપ પરિણમન તે પોતાના જ કારણે છે. શ્રદ્ધાના કારણે નથી. શ્રદ્ધા સમ્યક્ થઈ માટે જ્ઞાન સમ્યક્ થયું અને મિથ્યાત્વ હતું માટે જ્ઞાન મિથ્યા હતું. એમ પરમાર્થ નથી. જ્ઞાનનું સમ્યકપણું કે મિથ્યાપણું તે જ્ઞાનની જ જાતિ છે. જ્ઞાનનું જ તેનું પરિણમન થયું છે. જ્ઞાનગુણ અને શ્રદ્ધાગુણની જાતિ જુદી છે. ૭૨૮.
જો સાચા દેવાદિમાં ભક્તિ નથી આવતી તો લાગે છે કે ધર્મ કાર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com