________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮]
[ પરમાગમસાર પ્રતિમાની પૂજા-વંદન-ભક્તિ આદિ આવે પણ ત્યાંથીયે ખસીને આત્મદર્શન કરવાનો હેતુ હોય, લક્ષ હોય, આવો જિનમત છે. ૭૨૧.
જે સર્વશના શાસ્ત્રથી વિરૂદ્ધ વાત પ્રરૂપતા હોય, તત્ત્વથી જેમની વિપરીત દષ્ટિ હોય તે કુગુરુ છે. આ વાત કુગુર માટે નથી પણ પોતાનું જ્ઞાન સાચું થાય તે માટે છે કે જેથી મિથ્યાજ્ઞાન છૂટે અને સત્યનો સ્વીકાર થાય. ૭૨૨.
ધર્મી જીવ વાણીનો યોગ, પુણ્યનો ઉદય હોય તો, વાદ-વિવાદ કરી અસત્યનું ઉત્થાપન તથા સનું સ્થાપન કરે પરંતુ તે ન હોય તો જ્ઞાનની અંતરમાં અસત્યનો નકાર-નિષેધ તલ્લાક આવે જ. ત્યાં શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્યસ્થભાવ રાખનાર મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહિ, પોતાની માતા ઉપર આળ આવે તો સુપુત્ર શું શાંતિથી તે સાંભળી રહે? તત્ત્વથી વિરૂદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે નહીં. ૭૨૩.
કોનો સમાગમ કરવાથી સમ્યક શ્રદ્ધાન આદિ થાય. આત્મવૃદ્ધિ થાય તથા કોની સંગતિથી મિથ્યાત્વ પુષ્ટ થશે. ચાર ગતિનું ભ્રમણ એમને એમ બન્યું રહેશે. દુર્ગતિનું કારણ થશે તે બેની બરાબર પરીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ. ૭૨૪.
જેને આત્માની શાંતિ-સુખ જોઈતું હોય તેણે આત્મામાં સુખની સત્તા-હયાતી માનવી જોઈએ. તથા તે સુખને કોણ પામ્યા છે તેનો પણ નિર્ણય કરવો જોઈએ. આ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમ છે. ૭૨૫.
પ્રશ્નઃ- અમે અન્ય દેવાદિની ભક્તિ આદિ કરતા નથી તો અમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com