________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૯૭ વિકાર છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રતીતિ થયા પછી અંતરમાં લીનતા કરે તે ચારિત્ર છે. ૭૧૮.
સત્યમાં દુ:ખ નથી. અજ્ઞાનને લીધે દુ:ખ લાગે છે. દારૂ વેચવાવાળાને દારૂના નિષેધકો ખરાબ લાગશે. તેથી શું દારૂબંધી ન કરવી? એવી કઈ ચીજ છે કે જે આખા જગતને સારી લાગે? માટે જે સત્ય છે તેને જ સત્ય માનવી. બ્રહ્મચર્યનાં વખાણ કરવાથી વ્યભિચારીને ખરાબ લાગે તેથી શું બ્રહ્મચર્યનાં વખાણ ન કરવાં? સત્ય વાત કરતા અજ્ઞાનીને અજ્ઞાનના કારણે દુઃખ લાગે છે. માટે સત્ય સદા પ્રિય જ છે. ૭૧૯.
લોકો જેને માનવધર્મ કહે છે તેને જ્ઞાની અધર્મ કહે છે. હું મનુષ્ય છું એમ માને તે અધર્મી છે. મારો સ્વભાવ જ્ઞાન છે, એવા ચેતના વિલાસને આત્મવ્યવહાર કર્યું છે. દેહની ક્રિયા આત્મવ્યવહાર નથી. તેમ જ પુણ્ય-પાપ પણ આત્મવ્યવહાર નથી. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી છે. તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરી વીતરાગતા પ્રગટ કરે તે આત્મવ્યવહાર છે. તેવી શુદ્ધદશાથી ટ્યુત થઈ અજ્ઞાની જીવ ક્રિયાકાંડને ભેટે છે. સંસારમાં પરદેશથી કમાઇને આવતા પોતાના દીકરાને બાપ છાતી સરસો ભેટે છે. તેમ મિથ્યાદષ્ટિ જીવ પુણપરિણામને છાતી સરસો ભેટે છે. તે સમસ્તને ક્રિયાકલાપ કહેલ છે. આ ક્રિયા કરી, આ પદાર્થ છોયા, આ જાત્રા કરી, એમ સમસ્ત ક્રિયાકલાપને ભેટે છે. આવા મનુષ્ય વ્યવહારનો આશ્રય કરી રાગી-દ્વેષી થાય છે. ૭૨૦.
જિનધર્મ તો વીતરાગસ્વરૂપ છે. જિનધર્મ કોને કહેવો તથા તેથી વિપરીત અન્ય ધર્મ શું છે તે જાણવું જોઈએ. જિનધર્મ તે વીતરાગ સ્વરૂપ અર્થાત્ સ્વશુદ્ધ આત્માની અપેક્ષા તથા નિમિત્તાદિની ઉપેક્ષા સ્વરૂપ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન પ્રગટે ત્યાં સુધી જિન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com