________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ પરમાગમસાર ઉપયોગરૂપ સ્વાનુભૂતિને વિષમ વ્યાપ્તિ છે. સમ્યગ્દર્શન હોવા છતાં શાન સ્વમાં ઉપયોગરૂપ હોય અથવા ન હોય. માટે સમ્યગ્દર્શન ને સ્વજ્ઞાનના વ્યાપારને વિષમ વ્યાપ્તિ છે. સ્વજ્ઞાન લબ્ધરૂપ હોય છે પણ સદાય ઉપયોગરૂપ હોતું નથી. ૭૧૪.
*
પ્રશ્નઃ- નિર્વિકલ્પ દશા વખતે સ્વ-પરપ્રકાશક સ્વભાવને વાંધો આવે છે?
ઉત્તર:- નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને આનંદને પણ જાણે છે માટે ત્યાં પણ સ્વપ૨પ્રકાશકપણું છે. આનંદને જાણવો તે જ્ઞાનની અપેક્ષાએ પર છે. નિર્વિકલ્પદશામાં સ્વગ્નેય એક જ આવ્યું એમ નથી. જ્ઞાન સાથે આનંદનો ખ્યાલ આવે છે. પોતે જ્ઞાનને જાણે છે તે સ્વને આનંદને પર તરીકે જાણે છે. આમ સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે. ૭૧૫.
છઠ્ઠા ગુણસ્થાનવાળો જીવ અંતર્મુહૂર્ત ધ્યાનમાં ન આવે તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન રહેતું નથી. ચોથે-પાંચમે ગુણસ્થાને લાંબે કાળે નિર્વિકલ્પ અનુભવમાં આવે પણ જ્ઞાન લબ્ધરૂપ સદાય હોય છે. ૭૧૬.
*
એક પણ વિપરીત અભિપ્રાય રહે તો સમકિત કે ધ્યાન થતું નથી. વિપરીત અભિપ્રાય ટળી સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન થતાં સ્વ તરફ વળે ત્યારે જે અનુભવ થાય છે, તે સ્વાનુભવ છે. ૭૧૭.
*
પ્રશ્ન:- ચારિત્ર પ્રથમ લઈ લ્યે ને પછી સમકિત કરે તો ?
સમાધાનઃ- જેમ જમીન વગર ઝાડ ઉગતું નથી, તેમ હું અખંડ ચૈતન્ય છું. તેની પ્રતીતિ વિના ચારિત્ર કયાંથી હોય? ન જ હોય. ચારિત્ર એટલે ચરવું, સ્થિર થવું. શેમાં ? દેહમાં ? તે તો જડ છે. પુણ્ય-પાપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com