________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૧૯૫ કહ્યા નથી. આનંદ સ્વભાવની ખોજ કરે તે ગુણવંત સંત છે. એકલી ક્રિયાકાંડ કરે તેને સંત કહેતા નથી. બધા જીવરાશિ સ્વરૂપને અનુભવો, (આ) અનુભવ એક જ મુક્તિનો માર્ગ છે. ૭૧૧.
ધર્માત્મા બાળક હો, વૃદ્ધ હો, દેડકો હો પણ હું જ્ઞાનાનંદ છું, રાગ હું નથી. એમ ભાન હોવાથી જ્યારે અનુભવ કરે છે ત્યારે અંશે સિદ્ધ સમાન આત્માનો અનુભવ કરે છે. સિદ્ધના જેટલો પૂર્ણ અનુભવ નથી પણ સિદ્ધની જાતનો અનુભવે છે. પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે આત્મતત્ત્વને અનુભવે છે. એકદેશ આનંદકંદનો અનુભવ થયો એટલે સ્વરૂપ અનુભવની સર્વ જાતિપિછાણી છે. સિદ્ધ, અહંત વગેરેનો આવો અનુભવ હોય છે તેમ જાણી લ્ય છે, અનુભવ પૂજ્ય છે. પોતે શુદ્ધ આનંદકંદ છે એવી શ્રદ્ધા સહિત અનુભવ પૂજ્ય છે. તે જ પરમ છે. તે જ ધર્મ છે. એ જ જગતનો સાર છે. આત્માનો અનુભવ ભવનો ઉદ્ધાર કરે છે. અનુભવ ભવનો પાર કરે છે, મહિમાને ધારણ કરે છે, દોષનો નાશ કરે છે. આત્માની શક્તિમાં જ્ઞાન ને આનંદ ભર્યા છે. શક્તિની વ્યક્તિરૂપી અનુભવથી ચિદાનંદનો સુધાર થાય છે. તે જ સુધાર છે. ૭૧૨.
નમસ્કાર એટલે વિકલ્પની વાત નથી. મારો શુદ્ધ આત્મા કર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત છે. તેમાં હું પરિણમન કરું છું. તેમાં મારો ઝુકાવ છે. મારો ઝુકાવ કર્મમાં નથી, રાગમાં નથી, શરીરમાં નથી. રાગની પર્યાયનું લક્ષ છોડી આત્મામાં વળવું તે સાચો ભાવનમસ્કાર છે. ને જે વિકલ્પ આવે છે તે દ્રવ્ય નમસ્કાર છે. ૭૧૩.
છદ્મસ્થનો ઉપયોગ એક બાજા હોય, ઉપયોગ પુણ્ય-પાપ તરફ હોય ત્યારે સ્વઅનુભવમાં ન હોય. સ્વાનુભૂતિ જ્ઞાનની પર્યાય છે. સમ્યગ્દર્શન ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com