________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[ પરમાગમસાર કારણે અંશે નિર્મળતા અને અંશે મલિનતા છે. તે મલિનતા કર્મના કારણે નથી. ૭૦૭.
*
આત્માનું વેદન કેમ થાય? તો તે કાંઈ નિમિત્ત અને રાગમાં પ્રેમ કર્યું થાય નહીં. પણ ચેતનની ચેતના છે. તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે, તે પરથી તો નહિ પણ જ્ઞાન સિવાય બીજા ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણવામાં ચેતના વડે ચેતના સત્તાનો નિર્ણય થયો. જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતનસત્તા છે એમ નિર્ણય થયો. જાણવા દેખવાવાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો ત્યારે ચેતન સત્તાનો નિર્ણય થયો. ૭૦૮.
જ્યારે આત્માનો અનુભવ છે ત્યારે બાહ્ય વેદનાનો અનુભવ હોતો નથી. આત્મા આનંદકંદ શુદ્ધ છે. એની રમણતા થતાં ગમે તેવા પરિગ્રહના ગજ હોય પણ એનું વદન હોતું નથી. જેણે ચારિત્રને કષ્ટરૂપ માન્યું છે. એ ચારિત્રના સ્વરૂપને સમજતો નથી. તે અજ્ઞાની છે, તે ચારિત્રને ગાળ દે છે, અવર્ણવાદ કરે છે, દેવ-ગુરુ-શાસ્ત્રનો અવર્ણવાદ કરે છે, તે દર્શન મોહનીય બાંધે છે. ૭૦૯.
જ્ઞાનદ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. લક્ષણ જ્ઞાન, અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં ભાસે છે. ત્યારે સહજ આનંદધારા વહે છે તે અનુભવ છે. ૭૧૦.
જગતમાં આત્માના ભાનવાળા સંતો તથા જે ગુણવંત કહેવાય તે આત્માનો અનુભવ કરો. દયા–દાનાદિ પરિણામ થાય તે આસ્રવ છે. ધર્મ નથી-તેમ જાણો. બહારની તપશ્ચર્યા કરે, અભિગ્રહુ કરે તેને ગુણવંત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com